Ahmedabad station

અમદાવાદ સ્ટેશન પર યાત્રી ટ્રેનો ના પ્લેટફોર્મ માં બદલાવ

અમદાવાદ,૦૨ ઓગસ્ટ ૨૦૨૦

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર વર્તમાન માં ચાલી રહેલા નિર્માણ કાર્યો ના પરીણામ સ્વરૂપ વર્તમાન માં ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનો ના પ્લેટફોર્મ માં આંશિક સંશોધન કરવામાં આવ્યુ છે. આ પરિવર્તન યાત્રીઓ અને પાર્સલ લોડિંગ સુવિધા ને ધ્યાન માં રાખીને નિર્ધારિત કરવામાં આવ્યા છે.

        મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા એ જણાવ્યુ કે વર્તમાન માં અમદાવાદ સ્ટેશન થી દસ જોડી સ્પેશિયલ ટ્રેનો નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.જેમાં યાત્રીઓ ની સુવિધા અને પાર્સલ લોડિંગ-અનલોડિંગ સગવડતા પર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.પ્લેટફોર્મ ચાર પર  સીસી એપ્રિન નું કાર્ય પ્રગતિ પર છે અને તેના માટે 29 જૂન 2020 થી 38 દિવસો માટે બ્લોક લેવામાં આવ્યો છે.તદ્દનુસાર આ પ્લેટફોર્મ થી ચલાવવામાં આવી રહી ટ્રેનો કો પ્લેટફોર્મ આઠ અને નવ પર શિફ્ટ કરવામા આવી છે જે બંને સાઈડ વધારે પહોળું છે અને વર્તમાન માં કોરોના સંકટ કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ઉપયોગી છે.તથા પાર્સલ લોડિંગ-અનલોડિંગ માટે પર્યાપ્ત સ્થાન છે.મંડળ પ્રશાસન દ્વારા આ પ્લેટફોર્મ નું નવીનીકરણ કરવામાં આવ્યું છે તથા અહીંયા પર્યાપ્ત યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ છે.પ્લેટફોર્મ સાત પર પણ 28 જુલાઈ 2020 પંદર દિવસ માટે બ્લોક લેવામાં આવ્યો છે જેના પર આવશ્યક રિપેરિંગ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. આ કારણે વારંવાર પ્લેટફોર્મ પરિવર્તન થી બચવા માટે મંડળ દ્વારા આ સુવિધાજનક નિર્ણય યાત્રી હિત અને પરિચાલન સુવિધા ને ધ્યાન માં રાખીને કરવામાં આવ્યો છે.

        અમદાવાદ સ્ટેશન પર કુલ બાર પ્લેટફોર્મ ઉપલબ્ધ છે.જેમાં થી દસ,અગિયાર અને બાર નમ્બર પ્લેટફોર્મ હાઇસ્પીડ રેલ કોરિડોર ના નિર્માણ કાર્ય હેતુ હસ્તાનતરીત કરવામાં આવ્યા છે તથા વર્તમાન માં પ્લેટફોર્મ એક થી ત્રણ, પ્લેટફોર્મ ત્રણ થી ચાર, પ્લેટફોર્મ પાંચ થી આઠ, પ્લેટફોર્મ આઠ થી ચાર તથા પ્લેટફોર્મ નવ થી બે યાત્રી ટ્રેનો સંચાલિત કરવામાં આવી રહી છે.