Blood Shivir 2

‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

Blood Shivir 2

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

બે દિવસમાં ૩૫૫ લોકોએ રકતદાન કર્યું – ચાર દિવસમાં ૧૫૦૦ યુનિટ રકત એકત્ર કરવાનો લક્ષ્યાંકઃ

સુરત, ૧૮ સપ્ટેમ્બર: માર્ચ મહિનાથી કોરોના મહામારી વચ્ચે શહેરમાં રકતની અછત સર્જાઈ છે. જેને નાથવા માટે અનેક કોરોના યોદ્ધા પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રક્તની અછત હોવાનું જાણીને સુરતના યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટે રક્તની અછતને પુર્ણ કરવા બીડું ઝડપી તા.૧૭ થી ૨૦ ઓગ-૨૦ ચાર દિવસીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. પ્રથમ બે દિવસમાં ૩૫૫ લોકોએ રકતદાન કરી ૩૫૫ યુનિટ રકત એકત્ર કરીને માનવતા પ્રસરાવી છે, એમ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ૧૫૦૦ યુનિટ રક્ત સિવિલ અને સ્મીમેર બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવશે.

Blood Shivir

યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ જીગ્નેશ પાટીલે જણાવ્યું કે” ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ૧૦ થી ૧૨ રક્તદાન કેમ્પનું આયોજન થાય છે. કોરોના સંક્રમણ સ્થિતિમાં સિવિલ અને સ્મીમેર બ્લડ બેંકમાંથી જાણ થઈ કે, શહેરમાં રક્તની અછત છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ તા.૧૭ ઓગસ્ટ થી રક્તદાન શિબિર શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે ૨૦૦ યુનિટ રક્ત એકત્ર થયું છે. તા.૨૦ ઓગસ્ટ સુધીમાં ૧૫૦૦ યુનિટ રકત એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. તેમણે શહેરના લોકો વધુને વધુ રકતદાન કરે તેવી અપીલ કરી છે.

loading…

ટ્રસ્ટ દ્વારા કોરોનાની વકરી પરિસ્થિતિમાં લોકોને અન્નદાન, વસ્ત્રદાન, માસ્કનું પણ વિતરણ કર્યું હતુ. તાજેતરની પરિસ્થિતિમાં આરોગ્યલક્ષી કાર્યમાં ટ્રસ્ટના સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે.
યુથ ફોર ગુજરાત ટ્રસ્ટ ના ટ્રસ્ટી શનિ રાજપૂતે જણાવ્યું કે, ટ્રસ્ટના સભ્યોએ સાથે મળીને સમાજને મદદરૂપ થવાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને રક્ત આપવામાં માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં જરૂર પડ્યે વધુ રક્દાન શિબરનું આયોજન કરીશું તેમ તેમણે ઉમેર્યું હતું