kid born 2

ન્યુ ટ્રેન્ડઃ માતા-પિતા જ નક્કી કરે છે કે બાળક દુનિયામાં ક્યારે આવશે? જાણો શા માટે થાય છે સિઝર ડિલેવરી?

ખાસ અહેવાલ: બિજલ પટેલ

અમદાવાદ, ૦૩ જાન્યુઆરી: અત્યારે આપણી આસપાસ કોઇપણ વ્યક્તિના ઘરે બાળક આવે અને માતાની તબિયત વિશે પુછવામા આવે ત્યારે સિઝર ડિલેવરી થઇ હોવાનું જાણવા મળે છે. સિઝર ડિલેવરી અત્યારે સામાન્ય બની ગયુ છે. તે સાથે જ નોર્મલ ડિલેવરી દ્વારા બાળકને જન્મ આપવું તો અત્યારે ભાગ્યે જ બને છે. થોડા સમય પહેલાની વાત કરીએ તો તાજેતરમાં ક્રિસમસના દિવસે ઘણા માતા-પિતાએ પોતાના બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું હતું, તે સાથે જ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષના પહેલા દિવસે પણ ઘણા બાળકોનો જન્મ થયો છે. જે અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું.

અમદાવાદ ખાતે આવેલી મેટરનિટી હોસ્પિટલમાં વર્ષના આ ખાસ દિવસે બાળકોના જન્મને લઇને ખાસ ઇન્કવાયરી આવતી હોય છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલ ખાતે આવેલી સાનિધ્ય હોસ્પિટલમાં ડો.અર્ચના શાહએ ક્રિસમસના દિવસે ખાસ ઓપરેશન અને આયોજન બધ ચાર બાળકોના જન્મ કરાવ્યા હતા.

આ બાળકોના જન્મ અંગે વાત કરતા ડોક્ટર અર્ચના શાહે જણાવ્યું હતું કે, પહેલેથી જ કાળજી લીધી હતી કે તેમની ગર્ભાવતી મહિલાઓની કાળજી લીધી હતી જેથી તેમની મનપસંદ તારીખે જ તેમના બાળકોનો જન્મ થાય. તો બીજી તરફ ઘણા દંપતીઓ વર્ષના આ ખાસ દિવસે બાળકને જન્મ આપવા માટેનો એક અલગ જ ટ્રેન્ડ શરુ કર્યો છે. લોકો આ માટે પહેલાથી તૈયારી કરતા હોય છે. ત્યારે અમુક દંપતીઓ વર્ષમાં આવતી જન્માષ્ટમી, વેલેન્ટાઇન ડે, સહિતના શૈક્ષણિક વર્ષમાં બાળકોના એડમિશનના માસ પ્રમાણે પણ ખાસ ધ્યાન આપતા હોય છે. જેનાથી બાળક કે માતાને કોઇ તકલીફ ન થાય. ક્રિસમસના તહેવાર એટલે કે 25 ડિસેમ્બરે આ બાળકનો જન્મ કરાવીને ડોક્ટર દ્વારા વાલીઓના આનંદને બેવડાવી દીધો છે. વાલીઓમાં પણ તેની ખુબ જ ખુશી જોવા મળી રહી છે. તમામ બાળકો ખુબ જ હેલ્ધી છે. વાલી દ્વારા ડોક્ટર્સ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કરાયો છે.

whatsapp banner 1

શા માટે થઇ રહી છે સિઝર ડિલેવરી?
ઘણી વખત એવુ બની છે કે છેલ્લા સમયે ગર્ભમાં જ પાણી ઘટી જાય કે બાળકનો નાયડો વિટાઇ ગયો હોય, વજાઇનાની જગ્યા સાંકળી હોય તેવી સ્થિતિ અથવા માતા કે બાળકની તબિયત વધુ નબળી થતી જણાય તો તાત્કાલિક સિઝર ડિલેવરી કરવી પડે છે.

સિઝર ડિલેવરી વધુ થવા પાછળના કારણો
ગાયનેકોલોજીસ્ટ ડો. અર્ચના શાહનું કહેવું છે કે, મારા પેશન્ટની ડિલિવરી નોર્મલ થાય તેવો જ હું પ્રયત્ન કરું છું પરંતુ એ પણ હકીકત છે કે નોર્મલ કરતા સિઝર ડિલિવરી થવાનું પ્રમાણ વધ્યું છે. જેમાં કોઇ એક કારણ નહીં પરંતુ અનેક કારણ છે.

kids born 3 edited
  • પહેલુ કારણ છે કે અત્યારની મહિલાઓ કરિયર ઓરિયેન્ટેડ થઇ ગઇ છે. તે પોતાના કરિયરમાં સેટલ થયા બાદ જ લગ્ન કરવા માંગે છે. જેના કારણે લગ્ન મોડા થાય છે, અને તેઓ બેબી પ્લાન પણ મોડા કરે છે. જેના કારણે નોર્મલ ડિલેવરી થવી મુશ્કેલ હોય છે.
  • અત્યારે દરેક મહિલા ઇચ્છે છે કે લેબર રુમમાં તેના પતિ તેની સાથે હોય અને જો તે સાથે હોય તો પત્નીનું દુઃખ જોઇ શકતા નથી અને તે સામેથી જ કહે છે કે સિઝર કરી દો.
  • ઘણી મહિલાઓ ધિરજ નથી રાખી શક્તી તો ઘણી મહિલા ડિલેવરીનું પેઇન જ સહન કરવા માટે સક્ષમ હોતી નથી તેથી તે જાતે જ કહે છે, કે કાતર મુકી દો.
  • મહિલાને ખ્યાલ હોય છે કે નોર્મલ ડિલિવરી બાદ તેની વજાઇના લુઝ થઇ જાય છે, જે તેની સેક્સ લાઇફને ઇફેક્ટ કરે છે. તેથી પણ મહિલાઓ પહેલેથી જ નક્કી કરીને સિઝર ડિલેવરી જ કરાવે છે. જેના માટે તે અગાઉથી ડેટ નક્કી કરી લે છે.
  • ઘણી વખત ડોક્ટરના માથે પણ રિસ્ક હોય છે, જો નોર્મલ કરવામાં બાળક કે માતાને હાની થાય એમ હોય તો તે સિઝર જ કરે છે.

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના પહેલા દિવસે એટલે કે ૧લી જાન્યુઆરીના રોજ આખા વિશ્વમાં 3,91,504 બાળકો જન્મ્યા. આ સંખ્યામાં ભારત દેશમાં જન્મ પામેલા ૬૦ હજાર બાળકોનો સમાવેશ થાય છે. જોકે ભારતનો દર ગત વર્ષ કરતાં સારો છે. ગત વર્ષે એટલે કે 1 જાન્યુઆરી 2020 ના રોજ 67,390 બાળકો જન્મ્યા હતા.