મેડીકલ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં એક સત્ર ફી માફી અંગે ડૉ. મનિષ દોશીની માંગ

મેડીકલ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં એક સત્ર ફી માફી અંગે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની માંગ.

  • મેડીકલ ડેન્ટલ સહિતના અભ્યાસક્રમોમાં એક સત્ર ફી માફીની માંગ
  • રાજ્યના આરોગ્ય મંત્રીએ મેડીકલ કોલેજોની ફી અંગે નિરાશાજનક વાત કરી કાલે નીતિન પટેલે ફી ઘટાડવાના બદલે ફી વધશે નહિ એવું નિવેદન આપ્યું હતું

અમદાવાદ,૧૦ ઓક્ટોબર: ખાનગી મેડીકલ – ડેન્ટલ પેરામેડીકલ કોલેજોમાં ફીના ધોરણો અતિ ઉંચા છે. ફી ઘટાડાની જાહેરાત કરવાને બદલે આરોગ્યમંત્રી છેતરામણી જાહેરાત કરી ખાનગી મેડીકલ – ડેન્ટલ પેરામેડીકલ કોલેજ કરોડો રૂપિયાની ફી વસૂલે છે

આર્થિક તકલીફોનો સામનો કરતાં વિદ્યાર્થીઓની એક સત્ર ફી માફી આપવા કોંગ્રેસ પક્ષની માંગ

  1. મેડીકલ કોલેજોમાં વર્ષની 8 થી 24 લાખ ફી
  2. GMERS ની કોલેજોમાં 3 થી 15 લાખની ફી
  3. ડેન્ટલમાં 2 થી 10 લાખ જ્યારે આયુર્વેદમાં 1 થી 6 લાખ ફી
  4. હોમીયોપેથીમાં 1 થી 6 લાખ ફી અને ફિઝિઓથેરપી માં 65 હજારથી દોઢ લાખ ફી
  5. સરકારે 72 હજાર પૈકી 50 હજાર વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપવાનો રહે છે
loading…