હવે આ તમામ ટ્રેનો મણીનગર સ્ટેશન પર રોકાશે,જાણો સંપૂર્ણ સમાચાર ..

Railways banner

અમદાવાદ થઈને ચાલવાવાળી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે.

અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – દરભંગા, અમદાવાદ – વારાણસી સાબરમતી એક્સપ્રેસ તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોને મણિનગર સ્ટેશન પર સ્ટોપજ આપવામાં આવ્યું તે ઉપરાંત અમદાવાદ – પટના સ્પેશિયલનું નાગદા સ્ટેશન પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવ્યું. જેની વિગતો નીચે મુજબ છે:-

  1. ટ્રેન નંબર 09167 અમદાવાદ – વારાણસી સાબરમતી સ્પેશિયલનું 28 જાન્યુઆરી, 2021થી મણિનગર તથા સોહવાલ સ્ટેશનો પર સ્ટોપજ આપવામાં આવ્યું છે. તે તારીખથી આ ટ્રેનના શાજાપુર, સારંગપુર, વિજયપુર, પીપરાયગાવ, ધાઉરા, જાખલોન, બબીના, ચિરગાવ, મોઢ, એટ જં., પોખરાયણ, લાલપુર, તથા ભીમસેન સ્ટેશનો પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવ્યું છે.

2. તારીખ 27 જાન્યુઆરી, 2021થી ટ્રેન નંબર 02933 મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ સ્પેશિયલ મણિનગર પર રોકશે.

3. તારીખ 27 જાન્યુઆરી, 2021થી ટ્રેન નંબર 09165 અમદાવાદ – દરભંગા સાબરમતી એક્સપ્રેસ સ્પેશિયલનું શાજાપુર, સારંગપુર, વિજયપુર, પીપરાયગાવ, ધાઉરા, જાખલોન, બબીના, ચિરગાવ સ્ટેશનો પર સ્ટોપજ સમાપ્ત કરવામાં આવી રહ્યું છે.

4. તારીખ 27 જાન્યુઆરી, 2021થી ટ્રેન નંબર 02947 અમદાવાદ – પટના એક્સપ્રેસ સ્પેશિયલ નગદા સ્ટેશન પર રોકશે નહીં.

આ પણ વાંચો…અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની શરૂઆત