Sangh 3 1

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર શહેર- જિલ્લા ના હોદ્દેદારોની પુનરચના કરાઈ

Sangh 3

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૩ ઓક્ટોબર: જામનગર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની જિલ્લા બેઠક સંઘ કાર્યાલય હેડગેવાર ભવન જામનગર મુકામે આયોજિત કરવામાં આવી હતી

આ બેઠકમાં પ્રાંત અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, મહામંત્રી રતુભાઈ ગોળ, ઉપાધ્યક્ષ ખેતશીભાઈ ગજરા ,સૌરાષ્ટ્ર સંભાગ સંગઠનમંત્રી મહેશભાઈ મોરી,જામનગરમાં વિભાગ કાર્યવાહ ચંદ્રકાન્તભાઈ‌ ઘેટીયા તથા જિલ્લા કાર્યવાહ નિકુંજભાઈ ખૂટની હાજર રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ભીખાભાઇ પટેલ તથા રતુભાઈ ગોળ દ્વારા રાષ્ટ્રવાદી સંગઠન સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં જે કાર્ય કરી રહ્યું છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જિલ્લા કાર્યવાહ નિકુંજભાઈ ખૂટ તથા મહેશભાઈ મોરીના પ્રયત્નોથી જામનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા.બેઠકના અંતે જામનગર જિલ્લા ટીમ અને જામનગર શહેર ટીમની જાહેરાત કરવામાં આવી હતી,બન્ને ટીમમાં નિમણૂક પામેલા તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

તેમજ આવનાર સમયમાં ‌જામનગર જીલ્લા ના તમામ તાલુકાઓમાં સંગઠન રચના કરવામાટે ટુંક સમયમાં બેઠક કરી સદસ્યતા અભિયાન ને વેગ આપવામાં આવનાર છે.


જવાબદારી આપવામાં આવેલ હોદ્દેદારોમાં જામનગર જિલ્લામાં
1. રવીન્દ્રકુમાર પાલ, અધ્યક્ષ
2. જીજ્ઞેશકુમાર પંડ્યા, મંત્રી
3. આશિષભાઈ રામાનુજ, સંગઠનમંત્રી

જ્યારે જામનગર શહેરમાં
1. મનહરભાઈ વરમોરા, અધ્યક્ષ
2. જગદીશભાઈ સરડવા, મંત્રી
3. બંકિમભાઈ ભટ્ટ, સંગઠનમંત્રી ની વરણી કરવામાં આવી હતી.

loading…
Reporter Banner FINAL 1