VHP Protest Hathras 2

હાથરસ ની ઘટના ને વખોડી કાઢતું જામનગર વિશ્વ હિન્દુ પરિષદ

જામનગર કલેકટર મારફત રાષ્ટ્રપતિને પત્ર પાઠવી આરોપીઓને સખત સજા ની માંગણી કરાઈ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૦૩ ઓક્ટોબર: ઉત્તરપ્રદેશમાં હાથસર ગામમાં બનેલી કમકમાટીભર્યા બનાવ જેમાં વાલ્મિકી સમાજની દીકરી પર અમાનુષી ત્રાસ ગુજરી બળાત્કાર કરવાની ઘટનના વિરોધમાં જામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

VHP Protest Hathras 2

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જામનગર જીલા કલેકટર મારફત દેશના રાષ્ટ્રપતિ ને સંબોધી પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં હાથસર ની ઘટના ના આરોપીઓને ત્વરિત ફાંસીની સજાની કરવા તેમજ વાલ્મિકી સમાજ ની ઘટનાનો ભોગ બનનાર યુવતીના પરિવાર ને સુરક્ષા પુરી પાડવા માંગણી કરવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદ જામનગરના જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલિયા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા અને અન્ય કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

loading…