Narmada DDO

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે ૪ નવી એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે નવી ૪ એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન

અંદાજે રૂા.૨૫ લાખના ખર્ચે સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને  નવી ૪ એમ્બ્યુલન્સ વાન ફાળવાઇ

રાજપીપલા,મંગળવાર :– નર્મદા જિલ્લાના દૂરના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ઘર આંગણે આરોગ્ય ક્ષેત્રનો લાભ મળી રહે તેની સાથોસાથ આરોગ્યલક્ષી ઇંડિકેટરોમાં સુધારો અને બાળ મરણ અટકાવવામાં મદદરૂપ થાય હેતુસર વિકાસશીલ તાલુકા જોગવાઇ હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત સહિત આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં આજે જિલ્લા પંચાયત ભવનના સંકુલ ખાતે રીબીન કાપીને જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે અંદાજે રૂા.૨૫ લાખના ખર્ચે નવી ૪ એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

whatsapp banner 1

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે જણાવ્યું હતું કે, વિકાસ શીલ તાલુકા વર્ષ ૨૦૧૯-૨૦ ની જોગવાઇ અંતર્ગત જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ચાર એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનાથી નર્મદા જિલ્લાના દુરના અંતરિયાળ વિસ્તારના લોકોને તેનાથી ફાયદો થશે.

 આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીતે નવી એમ્બ્યુલન્સ વાનનું નિરીક્ષણ કર્યુ હતું અને અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરોને આરોગ્ય વાનની ચાવી અર્પણ કરાઇ હતી.  

આ પણ વાંચો…