Health center lokarpan 3

નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું  

રાજકોટ, તા.૩૦ ઓગસ્ટ – તાજેતરમાં જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા.૨૫.૫૦ લાખના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર પેટા આરોગ્ય કેન્દ્નનું રાજયના પાણી પુરવઠામંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદ હસ્તે  લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

        ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવીને આરોગ્યલક્ષી સારવાર માટે તાલુકા મથક સુધી જવું ન પડે અને ખાસ કરીને ગામડાના અશકત વૃધ્ધોને ઘરઆંગણે જ સારવાર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા તાલુકાના મોટા મથકે પ્રાથમીક અરોગ્ય કેન્દ્ર તથા બે થી ત્રણ ગામ વચ્ચે પેટા આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરાઇ રહ્યા છે. રાજય સરકાર રાજયાના તમામ વિસ્તારોમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સુવિધા પહોંચાડવા પ્રતિબધ્ધ છે.

Health center lokarpan

        રૂા. ૨૫.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નાની લાખાવડ ગામના પેટા આરોગ્ય કેન્દ્રમાં તબીબ નિદાન અને સારવાર સાથે વેલનેસ સેન્ટર કે જેમાં તમામ સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ અને નાાન બાળકોનું રસીકરણ તથા સ્વાસ્થય બાબતે સઘન સારવાર મળી રહેશે. આ ઉપરાંત વૃધ્ધો માટે ખાસ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની નીમણુંક પણ કરાશે. જે તેઓની તંદુરસ્તી માટે ડાયાબીટીઝ અને હદ્દયરોગો જેવી બીમારીઓથી બચાવવા તબીબી સારવાર સાથે યોગ અને અન્ય માર્ગદર્શન પણ આપશે. આમ ગ્રામ્ય વિસ્તાર તમામ ઉંમર અને વર્ગના લોકોને સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા કવચ પુરૂ પડાશે.

Health center lokarpan 4

આ કાર્યક્રમમાં જિલ્લા ક્વોલિટી અધિકારીશ્રી પી.કે.સીંઘ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સી.કે.રામ, મેડીકલ ઓફીસર ડો. કનેસરા, આયુષ મેડિકલ ઓફિસર ડો.પ્રીયંકાવોરા,  ઉપપ્રમુખશ્રી મનસુખભાઇ, તાલુકા પંચાયત સભ્યશ્રી મુન્નાભાઇ ધોળકીયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરશ્રી એન.આર.મકવાણા,  સુપરવાઇઝરશ્રી પી.એમ.શુકલા, ફિમેલ હેલ્થ વર્કરશ્રી ભારતીબેન ઠુંમર સહિત  આરોગ્યનો તમામ સ્ટાફ અને વહિવટીય અધિકારીઓ,  આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.