Poonam madam vaccine 2

MP Poonam madam: સાંસદ પૂનમબેન માડમે તેમના પરિવાર સાથે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૫ એપ્રિલ:
જામનગર અને દેવભૂમિ દ્વારકા ના (MP Poonam madam) સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પીટલ જામનગર ખાતે તેમના પરિવાર સાથે તેમજ મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ડિન ડો. નંદીનીબેન દેસાઈ, ડો. ચેટરજી ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

Whatsapp Join Banner Guj

આ તકે પૂનમબેન (MP Poonam madam) એ જણાવ્યું હતું કે હું ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરૂ છું. આવો, આપણે સૌ સાથે મળી કોરોના સામેની લડત માટે નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી થઈએ તેવી અપીલ પણ સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ તકે કરવામાં આવી હતી.

ADVT Dental Titanium

આ પણ વાંચો…વધતા કેસોની વચ્ચે મળ્યા રાહતના સમાચારઃ ઝાયડસ(Zydus Cadila)ની રસી બની અસરકારક, 7 દિવસમાં જ રિપોર્ટ આવ્યો નેગેટિવ- કંપનીએ કરી જાહેરાત