Vaccine in bus edited

અંબાજી બસ સ્ટેન્ડ(Ambaji bus stand) માં પણ કોરોના પ્રતિરોધક રસી મુસાફરો લે તે માટે એક અનોખી પહેલ શરુ કરી

ambaji bus stand

Ambaji bus stand: મુસાફરી દરમિયાન માસ્ક પહેરવા તેમજ રસીકરણ કરાવવા અપીલ કરાઈ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૫ એપ્રિલ
: ગુજરાત જ નહી પણ સમગ્ર ભારતદેશ માં કોરોના પ્રતિરોધક રસી આપવા માટે સરકારે ગતિવિધિ તેજ કરી છે ત્યારે ગુજરાત એસ.ટી નિગમ ના અંબાજી બસ સ્ટેન્ડ માં પણ કોરોના પ્રતિરોધક રસી મુસાફરો લે તે માટે એક અનોખી પહેલ શરુ કરી છે અંબાજી એસટી ડેપો પર થી ઉપડતી બસો માં કન્ડક્ટરો દ્વારા એસ.ટી બસ માં બેઠેલા તમામ મુસાફરો ને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે 45 વર્ષ થી વધુ ઉમર ના તમામ લોકો રસીકરણ કરાવે તે માટે ની અપીલ કરતા નજરે પડ્યા હતા

Whatsapp Join Banner Guj

એટલું જ નહીં એસટી કંટ્રોલ રૂમ ઉપર થી પણ રસીકરણ કરાવવા માટે ની અપીલ કારવાઈ છે આ કાર્ય માં આરોગ્ય કર્મચારીઓ પણ જોડાયેલા નજરે પડ્યા હતા અને તેઓ પણ મુસાફરો ને કોરોના ની ગાઇડલાઇન સમજાવી રસીકરણ કરાવવા સાથે મુસાફરી દરમિયાન માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવા જણાવ્યું હતું

ADVT Dental Titanium

અંબાજી એસટી ડેપો માં કામ કરતા 370 ઉપરાંત ડ્રાઈવર કન્ડક્ટરો નું કોરોના પ્રતિરોધક રસીકરણ કરાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમ અંબાજી એસટી ડેપો ના મેનેજર કે.બી.પટેલ એ જણાવ્યુ હતુ જોકે આ રસી ની કોઈ આડઅસર થાય કે તાવ ચક્કર આવે તેવી હકીકત ને લઈ એસટી ડેપો મેનેજર દ્વારા એસટી માં ફરજ બજાવતા ડ્રાઈવર કંડેક્ટરો અને નોકરી થી ઉતરતે સમય આ રસીકરણ કરાવવા જણાવ્યું હતું જેથી રસી લઈ પોતાના ઘરે જઈ શકે આ કામગીરી માં આરોગ્ય વિભાગ ના 8 જેટલા કમર્ચારીઓ કામે લાગ્યા છે.

ambaji bus stand

આ પણ વાંચો…વધતા કેસોની વચ્ચે મળ્યા રાહતના સમાચારઃ ઝાયડસ(Zydus Cadila)ની રસી બની અસરકારક, 7 દિવસમાં જ રિપોર્ટ આવ્યો નેગેટિવ- કંપનીએ કરી જાહેરાત