Ambaji Corona Test

આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

Ambaji Corona Test

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી દિન પ્રતિદીન વધુ પ્રસરી રહી છે. ત્યારે હવે શહેરો ની સાથે આ કોરોનાં એ ગામડા નાં વિસ્તાર માં પણ પગ પેસારો કરી ચુક્યો છે. બનાસકાંઠા જીલ્લા નો દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર ગણાય છે. ને આ દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા છે. આજે રજાનો દિવસ હોવા છતાં સતત શંકાસ્પદ લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. દાંતા તાલુકા માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 વ્યક્તીઓ પોઝીટીવ નોંધાયા હતા. જેમાંથી 15 જેટલાં લોકો કોરોનાં ને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે. ને બાકી નાં પોઝીટીવ દર્દીઓ ને પાલનપુર ની કોવીડ હોસ્પીટલ તેમજ હોમ કોરન્ટાઇ માં રખાયા છે. જેમને સતત સારવાર આપવામાં આવી રહી છે. જોકે અંબાજી માં પણ આરોગ્ય વિભાગ દ્વારા એક કોરોનાં કેર સેન્ટર બનાવવામાં આવ્યુ છે. જો તાલુકા માં પોઝીટીવ કેસ ની સંખ્યા વધશે તો અંબાજી નાં કોવીડ કેર સેન્ટર નો ઉપયોગ કરાશે તેમ તાલુકા આરોગ્ય અધીકારી ડો. એન.પી.ચૌહાણ એ જણાવ્યુ હતુ.

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી, બનાસકાંઠા