President Garba 3 1

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ સમક્ષ ગુજરાતી ગરબા રજૂ કરતાં જામનગરના ખેલૈયાઓ

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૬ ડિસેમ્બર: તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દીવ ની મુલાકાતે પધાર્યા છે ત્યારે તેઓના એરપોર્ટ થી દીવ સર્કિટ હાઉસ સુધીના માર્ગ ઉપર તેઓને ગુજરાતની સંસ્કૃતિ અને કલા નું દર્શન કરાવવા માટે થયેલા અલગ અલગ ફ્લોટ્સ મૂકવામાં આવ્યા હતા

whatsapp banner 1

જેમાં ગુજરાતના કલાકારો દ્વારા ગુજરાતી ગરબા ઓ ભાતીગળ પહેરવેશમાં રજૂ કરાયા હતા ત્યારે જામનગરની હાલર લોક કલા કેન્દ્રના સંચાલક જે.સી. જાડેજા અને અન્ય ખેલૈયાઓ દ્વારા અઠંગો, પચીયા, હીંચ વિગેરે ગુજરાતી ગરબાઓ રજૂ કરાયા હતા આ અંગે જણાવતા હાલાર લોક કલ કેન્દ્રના જે.સી. જાડેજાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ સમક્ષ ગુજરાતની લોકકલા રજૂ કરતા ખેલૈયાઓને અનેરો આનંદ થયો છે

President Garba 2 1

ગુજરાતના ૨૦૦થી પણ વધુ ગરબા ખેલૈયાઓએ અલગ-અલગ મંચ ઉપર રાષ્ટ્રપતિ સમક્ષ તેઓનું કલાનું પ્રદર્શન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે લોક કલા કેન્દ્રના સંચાલક જે.સી.જાડેજા દેશ-વિદેશમાં અનેક જગ્યાઓ પર ગુજરાતી રાસ ગરબા નું પ્રદર્શન કરી ચૂક્યા છે અને તેઓ આ માટે અનેક એવોર્ડથી સન્માનિત પણ થયા છે.

આ પણ વાંચો….

loading…