Gujarat High Court

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા

Gujarat High Court

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી-મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય કરાશે-શિક્ષણમંત્રીશ્રી

ગાંધીનગર,૧૮ સપ્ટેમ્બર:શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં શાળાઓની ફી અંગે આપેલા ચુકાદાની નકલ રાજ્ય સરકારને મળતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે તેઓ આ ચુકાદા સંદર્ભમાં બેઠક કરશે.
તેમણે કહ્યું કે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે.
શિક્ષણ મંત્રીશ્રીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના સંદર્ભમાં પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં આ વિગતો આપી હતી.