જામનગરની જેલ ના જેલ સહાયક અને તેના વતી લાંચ લેનાર વચેટીયૉ લાંચના છટકામાં રંગેહાથ ઝડપાયો

Jamnagar jail aaropi

જેલમાં રહેલા કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે રૂપિયા બે હજારની લાંચની માગણી કરતાં છટકું ગોઠવાયું હતું

રિપોર્ટ: જગત રાવલ, જામનગર

૧૬ જુલાઇ, જામનગરની જિલ્લા જેલ ના જેલ સહાયક અને તેના વતી લાંચની રકમ સ્વીકારનાર એક વચેટિયા ને આજે મોડી સાંજે એસીબી શાખાની ટુકડીએ લાંચ ના છટકામાં રંગેહાથ ઝડપી લીધા છે, અને રૂપિયા બે હજારની લાંચ લેવા અંગે બંનેની અટકાયત કરી લીધી છે. જેલની અંદર રહેલા કેદી ને પાન મસાલા પહોંચાડવા માટે લાંચની માગણી કર્યા પછી એસીબીની ટીમે ડમી વ્યકતિ ને મોકલી છટકું ગોઠવ્યું હતું. અને જેલ સહાયક તથા તેના વતિ નાણા સ્વીકારનાર વચેટિયા ને રંગેહાથ પકડી પાડયા હતા.

Jamnagar Jail

લાંચના છટકા અંગે ની વિગત એવી છે કે જામનગર એસીબીની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને પાન મસાલા તેમજ અન્ય સવલતો આપવા માટે જિલ્લા જેલના કર્મચારીઓ દ્વારા કેદીઓના સગા સંબંધીઓ પાસેથી લાંચ પેટે રૂપિયા એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની ગેરકાયદેસર માંગણીઓ કરવામાં આવે છે. જે માહિતીના આધારે આજે સાંજે એક જાગૃત નાગરિક ને ડમી (ડિકોય) તરીકે હાજર રાખી તેનો સહયોગ મેળવ્યો હતો, અને ડિકોય નું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડમી વ્યક્તિ (ડીકોય) ના સંબંધી જેલમાં હોવાથી જિલ્લા જેલ ના જેલ સહાયક સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉંમર વર્ષ ૨૧- લોકરક્ષક વર્ગ ૩ જામનગર) કે જેણે જેલની અંદર પાન મસાલા પહોંચાડવા માટે લાંચ પેટે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેના આધારે આજે અંબર સિનેમા રોડ પર પાસે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. અને ડીકોયને બે હજારની ચલણી નોટો અપાઇ હતી.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એ.સી.બી ના પી.આઈ. એચ ડી પરમાર અને તેમના સ્ટાફ દ્વારા લાંચના છટકામાં જેલ સહાયક વતી નાણા સ્વીકારનાર જામનગરનો પ્રજાજન દુષ્યંતસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા રંગે હાથ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે બંનેની અટકાયત કરી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

***********