Surat Police

લોકરક્ષક તાલીમાર્થીઓની ઈન્ટરસ્ક્વોર્ડ ડ્રીલ સ્પર્ધા યોજાઈ

Surat Police

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્ક્વોર્ડ, એ.ડી.આઈ. અને તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા

સુરત, ૦૩ નવેમ્બર: સુરત શહેર પોલીસ હેડક્વાટર્સ ખાતે પાયાની તાલીમ લઈ રહેલા લોકરક્ષક તાલીમાર્થીઓની એક માસની તાલીમ પુર્ણ થયા બાદ ઈન્ટરસ્ક્વોર્ડ ડ્રીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના બી.એસ.એફ. અધિકારીઓ દ્વારા નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્ક્વોર્ડ, તેઓના એ.ડી.આઈ. તથા તાલીમાર્થીઓને સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને શહેર પોલીસ કમિશનરશ્રી. અજયકુમાર તોમરના હસ્તે પ્રથમ, દ્વિતીય, તથા તૃતીય ક્રમાંક સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.