આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સમુદાયે ‘ભારતીય વિદેશી સેવા દિવસ 2020’ માટે ભારતને શુભેચ્છાઓ પાઠવી

IFS ANI Photo

કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે વિશ્વના 150થી વધુ દેશોને પહોંચાડી તબીબી સહાય

નવી દિલ્હી, 12 ઓક્ટોબર: વિશ્વભરમાં ફેલાયેલી કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે 150 થી વધુ દેશોમાં પોતાનું તબીબી કૌશલ્ય અને પર્યાપ્ત મેડિકલ સપ્લાય પહોંચાડ્યા, જેની નોંધ લઇને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સમુદાયે ભારતના 74મા ‘ફોરેન સર્વિસ ડે’ (વિદેશી સેવા દિવસ) પર તેમના ભારતીય સહયોગીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. ભારતમાં 9 ઓક્ટોબરના રોજ વિદેશી સેવા દિવસ ઊજવવામાં આવ્યો હતો.

ભારત સ્થિત વિદેશી રાજદ્વારી સમુદાય અને વિદેશમાં ભારતીય સમુદાયે આઇએફએસ (ઇન્ડિયન ફોરેન સર્વિસ – IFS ) સમુદાયનો તેમના યોગદાન બદલ આભાર માન્યો. 30થી વધુ રાજદૂતો, હાઈ કમિશનરો અને ભારત સ્થિત મિશન્સે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા ‘ઇન્ડિયન ફોરેન સર્વિસ ડે’ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા અને જાહેર પ્લેટફોર્મ પર ભારત દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયત્નોની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે, ઘણા રાજદ્વારીઓ અને ભારતીય ડાયસપોરાના સભ્યોએ તેમના દેશમાં કરવામાં આવેલા વિવિધ વિકાસ ભાગીદારી અને માનવતાવાદી સહાયના કાર્યક્રમોના ફોટા શેર કર્યા હતા. તાજેતરનો આવો જ એક કાર્યક્રમ છે ‘વંદે ભારત મિશન’, જેના દ્વારા 6 લાખ કરતા વધુ ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા. વિદેશી રાજદ્વારી સમુદાયે ભારતમાંથી મહત્વની જરૂરી દવાઓ અને તબીબી સાધનો વિશ્વના 150થી વધુ દેશોમાં પહોંચાડવાની કામગીરી કરવા માટે અને ભારતને ‘ફાર્મસી ફોર ધ વર્લ્ડ’ બનાવવા માટે ઇન્ટરનેશનલ ફોરેન સર્વિસ (IFS) દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ પ્રશંસા કરી.

ભારતના રાજદ્વારી સમુદાય ઉપરાંત, વિદેશ સ્થિત તમામ ભારતીય મિશનોએ પણ ‘ઇન્ડિયન ફોરેન સર્વિસ ડે’ની ઊજવણી કરી અને રાષ્ટ્રની સેવા કરવાના તેમના સંકલ્પને વધુ દ્રઢ કર્યો. તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને ભારતીય મિશનોએ કોવિડ-19 મહામારી શરૂ થઈ ત્યારથી તમામ ભારતીયો માટે ભોજન, મેડિકલ સપ્લાયનો પર્યાપ્ત જથ્થો તેમજ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. ધીરે-ધીરે હવે જ્યારે પ્રતિબંધો હટાવવામાં આવી રહ્યા છે, ત્યારે વિદેશમાં સ્થિત મિશનો વિદેશમાં વસતા ભારતીયોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

‘ઘરથી દૂર રહેતા લોકોનું ઘર’ તરીકે જાણીતા ભારતીય દૂતાવાસે કોવિડ-19ની મહામારી દરમિયાન જે સહાયતા પ્રદાન કરી તેના માટે ભારતમાં તેમજ વિદેશમાં વસતા ભારતીયોએ તેમની ખૂબ પ્રશંસા કરી છે. IFS એ હંમેશાં વિદેશમાં વસતા ભારતીય સમુદાયને સપોર્ટ કર્યો છે અને રાષ્ટ્રનિર્માણ તેમજ અન્ય દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે ઉદાહરણરૂપ કામગીરી કરી છે, ત્યારે આ મહામારીએ IFS કેડરની છબિને સુદ્રઢ બનાવી છે. ભારતને એક ઉભરતી શક્તિ તરીકે IFS એ સફળતાપૂર્વક રજૂ કર્યું છે.

Reporter Banner FINAL 1
loading…