Infrared thermal screening

રેલ્વે ના અમદાવાદ કોચિંગ ડેપો એ બનાવ્યું ઓટોમેટિક ઇન્ફ્રારેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ

WhatsApp Image 2020 07 19 at 16.06.44 1

પુરા વિશ્વ માં કોવિડ -19 મહામારી ફેલાયી છે ત્યારે આવી સ્થિતિમાં ભારતીય રેલ્વે ના
કર્મચારીઓ પણ આ વૈશ્વિક રોગચાળાને રોકવા માં વ્યસ્ત છે. તે દરમિયાન પશ્ચિમ રેલ્વેના
અમદાવાદ મંડળ દ્વારા એક નવીન પ્રયોગ કરીને બ્રોડગેજ કોચિંગ ડેપો ના રેલ કર્મીઓ દ્વારા
ઓટોમેટિક ઇન્ફ્રારેડ થર્મલ સ્ક્રીનીંગ ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું છે.

મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા એ રેલકર્મીઓ ના આ સાર્થક પ્રયાસ ની સરાહના કરતા
જણાવ્યું કે અમારા કર્મચારીઓ ઘણા કુશળ છે અને સંકટ સમય માં પણ નવી શોધ કરતા રહે છે. આદરમિયાન હમણાં જ અમદાવાદ સ્થિત બ્રોડગેજ કોચિંગ ડેપો ના જુનિયર એન્જીનીયર શ્રી પ્રભુલાલબી.બઘેલ, ટેક્નિશિયન શ્રી સર્વેશ ચૌહાન તથા હેલ્પર શ્રી માતાદીન તથા શ્રી કમલેશ સૈની એ પોતાનીકાર્ય કુશળતા થી એક એવું ઉપકરણ તૈયાર કર્યું કે સ્ટાફ ના બોડી ટેમ્પરેચર ને ઓટોમેટિક રીતે માપવામાં સક્ષમ છે.તેમણે જણાવ્યું કે આ કર્મચારીઓ એ નોન-કોન્ટેક્ટ થર્મોમીટર, 10 વોલ્ટ ડીસી એડેપ્ટર, પીવીસી બોકસ, રિલે, બઝર અને ડિસ્ટન્સ સેન્સર ને જોડીને ઓટોમેટિક ઇન્ફ્રારેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ તૈયાર કર્યું છે. જે વીજળી અથવા બેટરી બન્ને થી ચલાવી શકાય છે. આ ઉપકરણ ની સામે કોઈ કર્મચારી ઉભો રહેશે તો તે દૂર થી જ તેનું તાપમાન માપશે અને જો તેના શરીર નું તાપમાન 99 હશે તો તે ગ્રીન સિગ્નલ બતાવશે અને 99 થી ઉપર જશે તો તે રેડ સિગ્નલ બતાવશે તથા ઓડિયો એલાર્મ થી પણ સૂચિત કરશે.આ ઉપકરણ ની ખાસ વાત એ છે કે આને નિષ્ઠાવાન કર્મચારીઓએ ફક્ત 2800 રુ માં બનાવીને નોંધપાત્ર કાર્ય કર્યું છે.
શ્રી ઝા એ આ નોંધપાત્ર અને સરાહનીય ઉપલબ્ધી પર હર્ષ વ્યક્ત કરતા આ પૂરી ટીમ ને
ઉચિત્ત પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.