covid test 1708

ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા

17 AUG 2020 by PIB Ahmedabad

કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના કેન્દ્રિત, સતત અને સંયુક્ત પ્રયાસોના પરિણામે, ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું. દેશભરમાં વિસ્તૃત પરીક્ષણ લેબોરેટરીનું નેટવર્ક અને સરળ પરીક્ષણ માટેની સુવિધાઓએ નોંધપાત્ર વેગ આપ્યો છે. ભારતમાં રોજના 10 લાખ પરીક્ષણ કરવાની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી, છેલ્લા 24 કલાકમાં 7,31,697 પરીક્ષણો કરવામાં આવ્યા. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) માં 21,769 સુધીનો વધારો થયો છે.

જયારે સંચિત પરિણામો 14 જુલાઈ, 2020ના રોજ 1.2 કરોડ હતા, જે સતત વધારા સાથે 16 ઓગસ્ટ, 2020ના રોજ 3 કરોડ થયા છે, આજ સમયગાળા દરમિયાન પોઝિટીવીટી દર 7.5%થી વધીને 8.81% થયો છે. જોકે વધુ પ્રમાણમાં પરીક્ષણો શરૂઆતમાં પોઝિટીવીટી દરમાં વધરો કરશે, પરંતુ દિલ્હીના અનુભવે એ સુનિશ્ચિત કર્યું છે કે જયારે ત્વરિત અઈસોલેશન, ટ્રેકિંગ અને સમયસર ક્લિનિકલ વ્યવસ્થાપન જેવા અન્ય પગલાંઓને સાથે જોડવામાં આવે ત્યારે ધીમે-ધીમે તે ઓછો થઈ જશે.

covid2124

સઘન પરીક્ષણ એ પ્રારંભિક ઓળખએ કોવિડ-19 પોઝિટીવ કેસને અલગ તારવે છે અને આ કાર્યક્ષમ ક્લિનિકલ સારવાર સાથે મળીને મૃત્યુદર નીચે લાવે છે. આમ, ઉન્નત અને સમયસર પરીક્ષણ એ પોઝિટિવિટી દરને નીચો રાખતો નથી, પરંતુ મૃત્યુદર પણ ઓછું રાખે છે.

વિકસતી પરીક્ષણ વ્યૂહરચનાનો અગ્રણી નિર્ધારક એ દેશમાં નિરંતર વિસ્તૃત પરીક્ષણ લેબ નેટવર્ક છે. આ કામ જાન્યુઆરી 2020ની શરૂઆતમાં પુણે ખાતેની એક લેબોરેટરીથી થઈ હતી, જે આજે વધીને 1470 થઈ ગઈ છે, જેમાં સરકારી ક્ષેત્રમાં 969 લેબોરેટરી અને 501 ખાનગી લેબોરેટરીનો સમાવેશ થાય છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 754 (સરકારી: 450 + ખાનગી: 304)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 599 (સરકારી: 485 + ખાનગી: 114)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 117 (સરકારી: 34 + ખાનગી: 83)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19@gov.in પર અને અન્ય પ્રશ્નો ncov2019@gov.in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.