અમદાવાદ વિભાગની કેટલીક વધારાની સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમયમાં સુધારણા

Passenger Train

અમદાવાદ, ૩૦ નવેમ્બર: પશ્ચિમ રેલવેની વિવિધ ફેસ્ટિવલ સ્પેશિયલ અને અન્ય સ્પેશિયલ ટ્રેનોના ઓરિજીનેટિંગ/ટરમીટિંગ સમયમાં 1 ડિસેમ્બર, 2020 થી ઝીરો બેઝડ ટાઈમટેબલ (ZBTT) ના અમલીકરણ ના કારણોસર ફેરફાર કરવામાં આવેલ છે. કેટલાંક સ્ટોપ પાછા ખેંચી લેવાયા છે અને નવા સ્ટોપ આપવામાં આવેલ છે. વધુમાં, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની અન્ય કેટલીક સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સમયમાં 1, 2 અને 3 ડિસેમ્બર, 2020 થી ફેરફાર કરવામાં આવેલ છે, જેની વિગતો નીચે આપવામાં આવેલ છે :-

Railways banner

1. દાદર-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ (દરરોજ)

09115 સ્પેશિયલ ટ્રેન 2 ડિસેમ્બર, 2020 થી દાદરથી 15.20 કલાકે નીકળશે અને પછીના દિવસે 06.35 કલાકે ભુજ પહોંચશે. એ જ પ્રમાણે 09116 સ્પેશિયલ ટ્રેન 1 ડિસેમ્બર, 2020 ના રોજ ભુજથી 22.35 કલાકે રવાના થશે અને પછીના દિવસે 13.55 કલાકે દાદર પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેના બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી અને ગાંધીધામ સ્ટેશને રોકાશે.

2. પોરબંદર – દિલ્હી સ્પેશિયલ (દ્રી સાપ્તાહિક)

09263 સ્પેશિયલ ટ્રેન 1 ડિસેમ્બર, 2020 થી પોરબંદર થી 19.40 કલાકે નીકળશે અને પછીના દિવસે 19.30 કલાકે દિલ્હી પહોંચશે. 09264 સ્પેશિયલ ટ્રેન 3 ડિસેમ્બર, 2020 થી દિલ્હીથી 08.10 કલાકે નીકળશે અને પછીના દિવસે 09.00 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ, મહેસાણા અને પાલનપુર સ્ટેશનો પર રોકાશે.

3. મુંબઈ સેન્ટ્રલ- ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (દરરોજ)

02945 સ્પેશિયલ ટ્રેન 1 ડિસેમ્બર, 2020 થી મુંબઈ સેન્ટ્રલ થી 21.15 કલાકે રવાના થશે અને પછીના દિવસે 14.55 કલાકે ઓખા પહોંચશે. આ જ પ્રમાણે, 02946 સ્પેશિયલ ટ્રેન 1 ડિસેમ્બર, 2020 ના રોજ ઓખાથી 11.05 કલાકે રવાના થશે અને પછીના દિવસે 04.55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેના દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે.

4. બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)

09455 સ્પેશિયલ ટ્રેન 1 ડિસેમ્બર, 2020 થી બાંદ્રા ટર્મિનસ થી 17.45 કલાકે રવાના થશે અને પછીના દિવસે 08.30 કલાકે ભુજ પહોંચશે. આ જ પ્રમાણે, 09456 સ્પેશિયલ ટ્રેન 1 ડિસેમ્બર, 2020 થી ભુજ થી 20.15 કલાકે રવાના થશે અને પછીના દિવસે 11.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેના બોરીવલી, વાપી, વલસાડ, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે.

5. ગાંધીધામ – પુરી સ્પેશિયલ (સાપ્તાહિક)

02973 સ્પેશિયલ ટ્રેન 2 ડિસેમ્બર, 2020 થી ગાંધીધામ થી 13.45 કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે 08.05 કલાકે પુરી પહોંચશે. એ જ પ્રમાણે, 02974 સ્પેશિયલ ટ્રેન 5 ડિસેમ્બર, 2020 થી પુરી થી 11.10 કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે 06.00 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેના વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત અને નંદુરબાર સ્ટેશનો પર રોકાશે.6). અમદાવાદ-પુરી સ્પેશિયલ (અઠવાડિયામાં 4 દિવસ)02844 સ્પેશિયલ ટ્રેન 3 ડિસેમ્બર, 2020 થી અમદાવાદ થી 19.00 કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે 08.05 કલાકે પુરી પહોંચશે. એ જ પ્રમાણે, 02843 સ્પેશિયલ ટ્રેન 1 ડિસેમ્બર, 2020 થી પુરી ખાતેથી 17.30 કલાકે રવાના થશે અને ત્રીજા દિવસે 06.35 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન પશ્ચિમ રેલવેના આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નંદુરબાર સ્ટેશનો પર રોકાશે.

મુસાફરો જરૂરી સ્પેશિયલ ટ્રેનોના સ્ટોપેજ સ્ટેશનો પર નિયત સમયથી આગમન / પ્રસ્થાન અંગેની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર મેળવી શકે છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ