JMC ganpati 7

પીઓપીની ગણપતિ ની મૂર્તિઓનું વેચાણ કરનારાઓ સામે જામ્યુકોની કાર્યવાહી

જામનગર ના સાધના કોલોની રોડ પર પીઓપીની ગણપતિ ની મૂર્તિઓનું વેચાણ કરનારાઓ સામે જામ્યુકોની કાર્યવાહી દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા છ જેટલા સ્થળે દરોડા પાડી ૪૫ પીઓપી ની મૂર્તિ જપ્ત કરાઈ

રિપોર્ટ:જગત રાવલ
૨૦ ઓગસ્ટ,જામનગર શહેરમાં આગામી ગણપતિ મહોત્સવ ના તહેવારને લઈને પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓ નું વેચાણ ન કરે તે માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયા છતાં પણ કેટલાક વિક્રેતાઓ પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરતા હોવાની માહિતીના આધારે આજે જામ્યુકોની દબાણ હટાવ શાખાની ટુકડીએ રણજીતસાગર રોડ પર દરોડા પાડી પાંચ જેટલા વિક્રેતાઓ પાસેથી પીઓપી માંથી બનાવેલી ૪૫થી વધુ ગણપતિની મૂર્તિઓ કબજે કરી લીધી છે. આ સમયે ગણપતિની મૂર્તિ ના વિક્રેતાઓમાં નાસભાગ થઈ હતી.

જામનગર મહાનગર પાલિકાની દબાણ શાખાની ટુકડી દ્વારા આજે સાધના કોલોની થી રણજીતસાગર રોડ તરફ જવાના માર્ગે ચેકિંગ હાથ ધર્યું હતું. જે ચેકિંગ દરમિયાન પાંચથી વધુ વિક્રેતાઓ માટીના બદલે પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનાવેલી ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરી રહેલા નજરે પડ્યા હતા. જે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓ પાસેથી ૪૫ ગણપતિની મૂર્તિઓ જામનગર મહાનગરપાલિકાના વાહનમાં કબજે કરીલઇ જામ્યુકો ના પટાંગણમાં જમા કરાવી દેવામાં આવી છે.

આ ઉપરાંત શહેરના ખંભાળિયા ધોરીમાર્ગ ઈન્દિરા માર્ગ સહિતના વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે. આ કાર્યવાહી થી ગણપતિની મૂર્તિનું વેચાણ કરનારાઓમાં નાસભાગ મચી ગઇ હતી.