Jmc Corona Test 4

સતત બીજા દિવસે જામ્યુકો ની આરોગ્ય વિભાગ ની ટુકડી દ્વારા કોરોના અંગે ચેકિંગ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે સતત બીજા દિવસે જામ્યુકો ની આરોગ્ય વિભાગ ની ટુકડી દ્વારા કોરોના અંગે ચેકિંગ

Jmc Corona Test edited

૬૮૩ થી વધુ અનાજ-કરીયાણા ના વેપારીઓને ચેક કરાતાં ૧૩ વેપારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા

રિપોર્ટ:જગત રાવલ
૨૦ ઓગસ્ટ,જામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે સવારે ચાર વાગ્યા થી આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન શાકભાજીનું ખરીદ અને વેચાણ કરવા માટે આવતા હોલસેલ અને રીટેલ વિક્રેતાઓ ના કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવ્યા પછી આજે ફરીથી હાપા માર્કેટિંગ યાર્ડમાં આરોગ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, અને અનાજ અને કરિયાણાના સાડા પાંચસોથી વધુ વેપારીઓ અને કર્મચારીઓ, શ્રમિકો વગેરેનું પરીક્ષણ કરાયું હતું. જેમાં ૧૩ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે, જેઓને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Jmc Corona Test 2

જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટુકડી દ્વારા વહેલી સવારથી શાકભાજીના અને ફ્રૂટના વિક્રેતાઓ નું આરોગ્ય ચેકિંગ કરવામાં આવ્યું હતુ. અને ૮૫૦ થી વધુ વેપારીઓના કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી ૧૬ વિક્રેતાઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા અને તમામને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Jmc Corona Test 4

ત્યાર પછી આજે ફરીથી સવારે નવ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટૂકડી દ્વારા આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું છે. માર્કેટીંગ યાર્ડના ૬૮૩ થી વધુ અનાજ કરિયાણાના વેપારીઓ અને કર્મચારીઓ તેમજ મજૂરો વગેરેનું કોરોના પરીક્ષણ કરાયું છે. જે પૈકી વધુ ૧૩ લોકો ના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, અને તેઓને જીજી હોસ્પિટલ ના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડમાં સેનીટાઇઝેશન સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.