WhatsApp Image 2020 08 20 at 1.38.36 PM

જામનગર મહાનગરપાલિકા ટેકનીકલ કર્મચારી યુનિયન હોદેદારોની વરણી

યુનીયનના પ્રમુખ પદે પી.સી.બોખાણી, ઉપપ્રમુખ પદે ભાવેશ જાની સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઇ

WhatsApp Image 2020 08 20 at 1.38.36 PM

રિપોર્ટ:જગત રાવલ

૨૦ ઓગસ્ટ,જામનગર મહાનગરપાલિકાના ટેકનીકલ કર્મચારી અધિકારીઓના યુનીયન કાર્યરત છે, ટેકનીકલ યુનિયનના હોદેદારોની કારોબારી બેઠક ગઇકાલે સાંજે યોજવામાં આવી હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના ટેકનીકલ કર્મચારી અધિકારીઓના યુનીયન કાર્યરત છે, ટેકનીકલ યુનિયનના હોદેદારોની કારોબારી બેઠક ગઇકાલે સાંજે યોજવામાં આવી હતી. જેમાં નવા વર્ષના હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.


જેમાં પ્રમુખપદે પી.સી.બોખાણી, ઉપપ્રમુખ ભાવેશભાઇ જાની, મહામંત્રીપદે નિલેષ ભટ્ટ, સહમંત્રી હિતેષ પાઠક, અમિત કણસાગરા, સંગઠન મંત્રી રાજભા જાડેજા, ખજાનચી ચેતન સાંગાણી, કાર્યાલય મંત્રી હરીશ વાણીયા, સહકાર્યાલ્ય મંત્રી અનવર ગજજન અને કારોબારી સદસ્યોમાં જયેશ કાનાણી ઉર્મિલ દેસાઇ મનોજ રાઠોડ, ડી.કે.કામરીયા, રમેશ બાબરીયા અને વિશેષ સલાહકારમાં એસ.એસ.જોષી, કે.કે.બિશ્ર્નોઇ, મુકેશ વરણવા અને ડો.એચ.ડી.આંબલીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

નવનિયુકત હોદેદારોને હાજર સદસ્યો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને આ તકે અધિકારી, કર્મચારીના પ્રશ્ર્ને તમામ મુદાઓ સામે લડી લેવા યુનિયન સજજ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.