HIV

HIV: રાજપીપળા માં આરોગ્ય સુવિધા ના અભાવે દર્દીઓ ને વડોદરા ના ધરમ ધક્કા

hiv

એચ આઈ વી (HIV) પીડિત યુવાન ને બ્લડ ટેસ્ટિંગ માટે વડોદરા ના ત્રણ ફેરે પણ મેળ ના પડતા ભરૂચ જવું પડ્યું


અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૩ ફેબ્રુઆરી:
HIV: નર્મદા જિલ્લા માં સરકારી તંત્ર ની ઉપેક્ષા ને કારણે આરોગ્ય સુવિધા નો અભાવ છે જેને કારણે. ગરીબ દર્દીઓ ને વડોદરા જવું પડેછે જયારે આર્થિક રીતે સક્ષમ દર્દીઓ સમજી ને મોટા શહેરો માં સારવાર લેવા જતા રહે છે જિલ્લા કક્ષા ની સરકારી હોસ્પિટલ. ના મોટેભાગે ના ઈમરજન્સી કેશ માં દર્દીઓ ને વડોદરા રીફર કરવા પડે છે જ્યાં પણ પડતી તકલીફો નો ચોંકાવનારો કિસ્સો બહારઆવ્યો છે જેમાં એક એચ આઈ વી પીડિત યુવાન ને સયાજી હોસ્પિટલ ના મશીન ની ખામી ને કારણે ટેસ્ટ માટે ત્રણ વાર વડોદરા ના ધર્મ ધકકા થયા હતા

HIV પીડિતોને તેમના સિડી-4 ના રિપોર્ટ માટે વડોદરા ART સેન્ટર દર છ મહિને જવું પડતું હોય છે પરંતુ ટેક્નિકલ ક્ષતિના કારણે. આ પીડિતને ત્રણ ધક્કા ખાવા પડ્યા હતા

Whatsapp Join Banner Guj

નર્મદા જિલ્લામાં 350 જેવા એચઆઇવી (HIV) પીડિતો છે જેમાં મોટાભાગના પીડિતો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દર મહિને દવા લેવા આવતા હોય છે અને દર 6 મહિને વડોદરા કે અન્ય ART સેન્ટર પર પોતાના લોહીના કાઉન્ટ (સીડી-4) કરાવવા જતા હોય પરંતુ ક્યારેક ટેક્નિકલ ક્ષતિના કારણે અમુક પીડિતો ને ધક્કે ચઢવું પડતું હોય જેમાં તાજેતરમાં રાજપીપળા ના આ HIV પીડિત કે જેઓ એકદમ સ્વસ્થ હોવા છતાં તેમના બ્લડ કાઉન્ટ જે અગાઉ એક હજારની ઉપર આવ્યા હોવા છતાં હાલ માત્ર 08 નો જ રિપોર્ટ મળતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા.

hiv

જોકે વડોદરાની સયાજી હોસ્પિટલ ના ART સેન્ટર ના સ્ટાફની આમાં કોઈ ભુલ ન હતી કેમકે સતત બે મહિના વડોદરા ART સેન્ટરમાં તેમના કાઉન્ટ 08 જેવા જ આવ્યા બાદ તેમણે ભરૂચ સિવિલના ART સેન્ટર માં રિપોર્ટ કઢાવવા ગયા તો ત્યાં તેમના કાઉન્ટ 871 જેટલા આવતા આખરે આ પીડિત અને તેના પરિવાજનો એ રાહતનો દમ લીધો હતો.

આ પીડિત આર્થિક રીતે થોડા સક્ષમ હોવાથી ત્રણ ત્રણ વખત રિપોર્ટ કાઢવવા જઈ શક્યા પરંતુ નર્મદા જિલ્લામાં મોટાભાગના પીડિતો મજૂર વર્ગના હોય તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આમ ધક્કે ચઢે તેમ ન હોય માટે સરકાર માંથી મંજુર થયેલું નર્મદા નું ART સેન્ટર વહેલીટકે કાર્યરત થાય તેવી માંગ છે.સાથે સાથે વડોદરા સહિતના અમુક જિલ્લામાં મશીનો કે અન્ય બ્લડ માટેના સાધનો નવા કે યોગ્ય કામ કરતા અપાય તે પણ જરૂરી છે.

આ પણ વાંચો…મુખ્યમંત્રી રુપાણી(CM Rupani) રાજ્યની જનતાનો આભાર માન્યો, સીએમએ કહ્યુંઃ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય