Hindi Divas WR

અમદાવાદ મંડળ પર હિન્દી દિવસ નું આયોજન

Hindi Divas WR

  અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર હિન્દી દિવસ નું આયોજન કરવામાં આવ્યું.મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ની અધ્યક્ષતા માં આયોજિત કાર્યક્રમ માં શ્રી ઝા એ માનનીય રેલમંત્રી શ્રી પિયુષ ગોયલ ના હિન્દી દિવસ ના સંદેશ નું વાચન કર્યું. તેમને ભારતીય રેલ અને હિન્દી ને અન્યોન્યાશ્રીત બતાવતા ભારતીય રેલ ના વિશાળ નેટવર્ક માં હિન્દી ના પ્રસાર માં નિરંતર અગ્રણી ભૂમિકા ની સરાહના કરી. તેમના અનુસાર કોમ્પ્યુટર અને સૂચના ક્રાંતિ ના આ યુગ માં ઇન્ટરનેટ, રેલનેટ, યાત્રી આરક્ષણ પ્રણાલી, ઈ ટીકટ, મોબાઈલ દ્વારા ટીકટ બુકિંગ, ઈ મેલ, રેલ્વે ની વેબસાઇટ, સોશિયલ મીડિયા ના સાધન જેવા ટવિટર, ફેસબુક એ હિન્દી ને વિશ્વ પટલ પર સ્થાન આપ્યું છે.   

અપર મંડળ રેલ પ્રબંધક (ઓપરેશન્સ) શ્રી અનંત કુમારે મહાપ્રબંધક પશ્ચિમ રેલ્વે શ્રી આલોક કંસલ ના સંદેશ નું વાચન કર્યું જેમાં તેમણે હિન્દી ના વિકાસ અને સમૃદ્ધિ માં પોતાના સક્રિય યોગદાન આપવા ની અપીલ કરી શ્રી કંસલે સામાન્ય પબ્લિક થી સબંધિત દરેક પ્રકાર ની સૂચનાઓ વેબસાઈટો પર અંગ્રેજી ની સાથે સાથે હિન્દી ના સરળ અને પ્રચલિત શબ્દો માં ઉપલબ્ધ કરાવા પર વિશેષ ભાર આપ્યો.

loading…

અપર મંડળ રેલ પ્રબંધક (ઇન્ફ્રા) શ્રી પરિમલ શિંદે એ મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ના સંદેશ નું વાચન કર્યું જેમાં તેમણે મંડળ ના દરેક કાર્યાલયો માં હિન્દી ના પ્રયોગ પર સંતોષ વયક્ત કરતાં આને હજી આગળ વધારવા તથા શત પ્રતિશત કાર્ય હિન્દી માં કરતાં બીજાઓને પણ આના માટે પ્રેરિત કરો. પ્રધાન કાર્યલય તથા નગર રાજભાષા કાર્યન્વિયન સમિતિ દ્વારા અમદાવાદ મંડળ તથા તેના રેલ કર્મીઓને સમયસર પ્રાપ્ત થનારા સમ્માન અને પુરસ્કાર આને પ્રમાણિત પણ કરે છે

કાર્યક્ર્મ ના અંત માં રાજભાષા અને જન સમ્પર્ક અધિકારી શ્રી પ્રદીપ શર્મા એ ઉપસ્થિત દરેક અધિકારીઓ / કર્મચારીઓ નો આભાર માન્યો. કાર્યક્રમ નું સંચાલન મુખ્ય કાર્યાલય અધીક્ષક ( રાજભાષા) શ્રી પ્રકાશ પટેલે કર્યું.