અંબાજી ને અડીને આવેલી રાજસ્થાન ની સરહદો આજ સવાર થી બંધ કરી દેવાનો આદેશ

img 20200712 wa00094394359351671524773

રાજસ્થાન ની સરહદો પોલીસે બોર્ડર ને સીલ કરી

રિપોર્ટ: સુષ્મા અગ્રવાલ,અંબાજી બનાસકાંઠા

અંબાજી, ૧૨ જુલાઈ ૨૦૨૦

અંબાજી રાજસ્થાન ની સરહદી બોર્ડર ફરી એકવાર સીલ કરી દેવાતા રાજસ્થાન જતા વાહન ચાલકો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે ગુજરાત રાજ્ય ને અડીને આવેલી રાજસ્થાન ની સરહદો આજ સવાર થી બંધ કરી દેવાનો આદેશ મળતા રાજસ્થાન પોલીસે ગુજરાત ને અડીને આવેલી બોર્ડરો ને સીલ કરી દીધી છે

img 20200712 wa0010524484718762246220

જેને લઈ ગુજરાત થી રાજસ્થાન જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા તેમને રાજસ્થાન ની બોર્ડર સીલ કરેલી હોવાથી વાહનચાલકો ને પરત ગુજરાત તરફ વાળવા માં આવ્યા હતા જોકે આ બાબતે રાજસ્થાન પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાન માં ફરી કોરોના નું સંક્ર્મણ વધતા બોર્ડર સીલ કરવાનું આદેશ મળ્યો છે જ્યાં જીવન જરૂરિયાત સામગ્રી સહીત ના મોટા માલવાહકો અને પાસ પરમિશન વાળા વાહનો ને અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી છે તેમ છાપરી ફરજપર ના પોલીસકર્મી નથ્થુલાલ એ જણાવ્યુ હતુ જ્યારે રાજસ્થાન માંથી ગુજરાત ના વાહનો ને પરત ગુજરાત આવવા માટે માવલ ચેકપોસ્ટ મોકલવામાં આવી રહ્યા છે જોકે આ રાજસ્થાન ની બોર્ડર સીલ કરવા પાછળ નું એક કારણ રાજસ્થાન સરકાર ઉપર ઘેરાયેલો સંકટો ને લઈને પણ નિણઁય લેવાયો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે

*********