Banner Shaimee Oza

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના નિમિત્તે

જય હો ગુજરાત તારી ગાથા ગવાય દેશ વિદેશમાં
તારા ને મહારાષ્ટ્ર વિના તો ભારતનો નક્શો
અધુરો કહેવાય,ગુજરાત અને મહારાષ્ટ્ર તો ભારત દેશની
શાન કહેવાય એના વગર તો દેશ અધૂરો કહેવાય,
પણ મારા ગુજરાતી લોકો એટલા મીઠડા,
કે દુનિયાના દરેક લોકો એમના ઓવારણાં લેતાં ન થાકતા,
ગુજરાતી જ્યાં વસતાં ત્યાં સદાકાળ વસે ગુજરાત
આ કહેવત તો આપણા ગુજરાતીઓ માટે
પ્રસિદ્ધ થઈ ગઈ,ગુજરાતની પવિત્ર ભૂમિએ
ગાંધીજી,વલ્લભભાઈ પટેલ ને નરેન્દ્રમોદી દાદા
આખીય દુનિયામાં પોતાના કામથી ડંકો વગાડ્યો
ગુજરાતની પવિત્ર ભુમિ વીર,સંત મહાત્મા ને
સિતારાઓથી ભરેલી ધન્ય છે મારી માતૃભુમિ
મહારાષ્ટ્રની ભુમિ એ પણ શિવાજી,તાનાજી
રાણી લક્ષ્મીબાઈ જેવા વીર રત્નની ભેટ આખી દુનિયાને આપી,સંત તુકારામ જેવા ધર્માત્મા મહારાષ્ટ્ર ની ભૂમિએ
આપ્યા,
ગુજરાતીની નિરાળી, ગુજરાતી ગરબાને ચણિયાચોળી
વિદેશીઓને ગમતાં,ફાફડા જલેબીને ઢોકળા તેવો,
બહુ હોશે હોશે ખાતા,દુનિયાના ધનાઢ્ય,રતનટાટા ને
મુકેશભાઈ અંબાણી જે ગુજરાતે ભેટ આપ્યા,જેને
સામાજિક કાર્યમાં દાન કરી,લોકોના મનમાં ધર્માત્માની
છબી બનાવી,કવિ નર્મદ,પન્નાલાલ પટેલ,ગોવર્ધનરામ ત્રિપાઠી જેવી પ્રતિભાશાળી ભેટ આ પવિત્ર ધરાએ આપી,
જય હો ગુજરાત ની જય હો મહારાષ્ટ્રની

જેના મસ્ત કપાય ને ધડ સંગ્રામ લડે એવા દાદા વછરાજ,
એવા વીર દાદા વછરાજ ગુજરાતી,જેની ગાયકી થી લોકો નાચી ઉઠે,એવા સ્વ મણીરાજ બારોટ ગુજરાતી,
જેના ડાયરા લોકોની પેઢીઓ યાદ કરે,એવા હેમુભાઈ ગઢવી,ભીખુદાન ગઢવી,કિર્તીદાન ગઢવી ભાઈ મારા ગુજરાતી અમને ગર્વ છે માતૃભુમિ પર અમે પાવનધરા ઉપર જન્મ લીધો છે,જ્યાં પાવાગઢ કાલી માં બિરાજે સોમનાથ માં દેવા ધી દેવ બિરાજે,ભવાની ચામુંડા ,કચ્છના મઢળે ભવાની આશાપુરા,તો રાપર ભવાની સંતોષી માં બિરાજે,જુનાગઢ ગીરનારે ગુરુદત્ત ને અંબાજી મંદિરે
અંબા ભવાની બિરાજે અંબા મારી માત,ઉંઝામા માતા
પાર્વતી બિરાજે તો ઐઠોરે ગણપતિ ભ્રાતા,
જે કોઈ ભક્તો શરણે આવે તેને ખાલી હાથે નવ મોકલે.
ગુજરાત ને સમજો તો નાનકડું તીર્થધામ,
ગુજરાતીના હિરલાઓએ પોતાના કર્મો થકી ગુજરાતી
ગુજરાતની પવિત્ર ભૂમિની યશ કિર્તી વધારી છે.
માતૃભુમિ ગુજરાતની ગાથા ગાતા લફ્ઝ ના શબ્દો ખૂટી જાય,મારી માં સમાન ગુજરાતની પાવનભુમિને સતસત વંદન….

ગુજરાત અને મહારાષ્ટ્ર ના સ્થાપના દિવસ ની ગુજરાત અને મહારાષ્ટ્ર ના ભાઈ બહેનને ખુબ ખુબ શુભેચ્છાઓ….

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…ડીસામાંથી રેમડેસિવિર ઇન્જેનશન સાથે 8 ની અટકાયત..

ADVT Dental Titanium