CM Meeting 2

ખાનગી ક્ષેત્રના તબીબોને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે

CM Meeting 2

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છે
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિવિધ જિલ્લા મથકોએ વિડિયો કોન્ફરન્સ ના માધ્યમ થી જોડાયેલા આઇ.એમ.એના તબીબો સાથે વાતચીત સંવાદ કરીને તેમની સેવાઓ અને સહયોગ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે મળે તે માટે પરામર્શ કર્યો હતો

WhatsApp Image 2020 07 22 at 7.01.29 PM

ઇન્ડીયન મેડીકલ એસોસિએશનના ડો. કેતન દેસાઇએ પણ વિવિધ જિલ્લા મથકોએ રહેલા તેમના એસોસિએશનના સભ્ય તબીબો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીશ્રીની આ અપીલનો ત્વરીત પ્રતિસાદ આપવા માર્ગદર્શન આપ્યુ હતુ

WhatsApp Image 2020 07 22 at 7.01.26 PM

મુખ્યસચિવશ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાશનાથન, કોવિડ – ૧૯ નિયંત્રણ દેખરેખ અને સારવાર સંકલનના રાજ્ય કક્ષાના ખાસ અધિકારી અને મહેસૂલ અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી એમ.કે.દાસ, આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિ અને અગ્રણી તબીબો આ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા