Corona Test 2 1

નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ કેશ નો વધતો જતો ગ્રાફ

Corona test 2709 edited
file pic
  • માર્ચ મહિના થી આજદિન સુધી કોરોના પોઝિટિવ કેશ ની સંખ્યા 1001 પર પહોંચી.
  • જોકે 948 દર્દી સારવાર બાદ સાજા પણ થયા.
  • સરકારી ચોપડે માત્ર ત્રણ ના મોત પણ બહાર ગામ સારવાર માટે ગયેલ દર્દીઓ પૈકી અનેક ના મોત

અહેવાલ: સત્યમ બારોટ

રાજપીપલા, ૦૫ ઓક્ટોબર: નર્મદા જિલ્લા માં કોરોના પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા એક હજાર નો આંકડો વટાવી ગઈ છે. લોકડાઉન એક ની શરૂઆત માં ગુજરાત ના અન્ય જિલ્લાઓ માં કોરોના પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા વધતી હતી ત્યારે નર્મદા જિલ્લો ગ્રીન ઝોન ગણાતો હતો અને પ્રજાને રાહત હતી પરંતુ ત્યારબાદ સંક્રમણ શરુ થતા જિલ્લા માં પણ પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા વધતા આજે ઓક્ટોબર ના પ્રારંભે પોઝિટિવ દર્દીઓ ની સંખ્યા 1001 થઇ ગઈ છે જોકે રાહત ની વાત એ છે કે તે પૈકી 948 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે

Advt Banner Header

જયારે હાલના તબક્કે 22 દર્દી કોવિડ હોસ્પિટલ ખાતે તો 23 દર્દી કેર સેંટર ખાતે સારવાર હેઠળ છે જયારે જિલ્લા માં મોત ની સંખ્યા માત્ર ત્રણ સરકારી ચોપડે છે પણ જે દર્દીઓ રાજપીપલા શહેર બહાર મોટા શહેરો માં સારવાર અર્થે ગયા હતા તે પૈકી અંદાજે ત્રણ ડઝન થી વધુ ના મોત નિપજ્યા છે જેમાં પાલિકા ઉપ પ્રમુખ પૂર્વ સદસ્ય. એડવોકેટે નાયબ મામલતદાર. કોન્ટાક્ટર જવેલર્સ મંદિર ના પૂજારી. સહકારી બેંક ચેરમેન વિગેરે નો સમાવેશ થાય છે આ બધા અગ્રણીઓ ના મોત થી નગરજનો સ્તબ્ધ બની ગયા છે

બજારો માં ભીડ જોતા સોશ્યિલ ડિસ્ટન્સ. માસ્ક પહેરવો વગેરે સરકારી ગાઈડ લાઈન નું પાલન થતું નથી જે કમનસીબ બાબત છે ત્યારે હવે કોરોના નો પંજો શહેર ને બદલે રાજપીપલા ગ્રામ્ય વિસ્તાર માં ફરી રહ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર જેમ સૅમ્પલ ટેસ્ટિંગ ની સંખ્યા વધારશે તેમ કોરોના પોઝિટિવ ની સંખ્યા વધશે તે નિશ્ચિત મનાય છે

loading…