EPFO

કોરોના સંકટ વચ્ચે કેન્દ્રીય પેંશન ધારકો માટે ખુશીના સમાચાર જાણો સરકારે શું આપી ભેંટ

EPFO

અમદાવાદ, ૨૫ નવેમ્બર: મોદી સરકારે કોરોના મહામારીના સંકટ વચ્ચે 65 લાખથી વધુ કેન્દ્રીય પેન્શનર્સને મોટી ભેટ આપી છે. સાથે પેન્શનર્સ માટે લાઇફ સર્ટિફિકેટ જમા કરાવાની ડેડલાઇન 28 ફેબ્રુઆરી 2021 સુધી વધારી દેવામાં  આવી છે.  ઉલ્લેખનીય છે કે અગાઉ 31 ડિસેમ્બર તેની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે આશરે 2 મહિનાનો વધારાનો સમય પેન્શનર્સને આપવામાં આવ્યો છે.

whatsapp banner 1

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિભાગ વિવિધ પેન્શનર્સ એસોસિએશનો તેમજ વ્યક્તિઓએ ચાલુ કોવિડ -19 રોગચાળોને ધ્યાનમાં રાખીને લાઇફ સર્ટિફિકેટ જમા કરવા માટેની તારીખમાં વધારો કરવાની વિનંતી કરતી અસંખ્ય અરજીઓ પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ એકાઉન્ટર્સના નિયંત્રક જનરલની કચેરી સાથે પરામર્શ કર્યા પછી, હવે જીવન પ્રમાણપત્ર રજૂ કરવા માટે હાલની સમયરેખામાં વધુ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પેન્શનર્સ હવે ‘ડિજીલોકર’માં પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ)ને સ્ટોર કરી શકે છે. પીપીઓની ઑરિજનલ કૉપી ગુમાવી દીધી હોય તો પેન્શન સાથે સંબંધિત કાર્યો કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં ડિજીલોકરમાં પીપીઓને સ્ટોર કરી તે ટેન્શનમુક્ત કરશે.