27 જૂન સુધી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ (Gandhidham-Visakhapatnam) સુપરફાસ્ટ સ્પેશ્યલ વિસ્તારિત

Gandhidham-Visakhapatnam

27 જૂન સુધી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ (Gandhidham-Visakhapatnam) સુપરફાસ્ટ સ્પેશ્યલ વિસ્તારિત

અમદાવાદ , ૨૩ માર્ચ: રેલતંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ (Gandhidham-Visakhapatnam) વચ્ચે ચાલી રહેલી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટ સ્પેશ્યલને 27 જૂન 2021 સુધી વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-

●     ટ્રેન નંબર 08502/08501 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશ્યલ સાપ્તાહિક (26 ટ્રીપ)

ADVT Dental Titanium

ટ્રેન નં. 08502 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સ્પેશ્યલ ટ્રેન ગાંધીધામથી દર રવિવારે 23:05 કલાકે ઉપડશે અને મંગળવારે 10:15 કલાકે વિશાખાપટ્ટનમ પહોંચશે. તે 04 એપ્રિલ 2021 થી 27 જૂન 2021 સુધી ચાલશે. આવી જ રીતે ટ્રેન નં. 08501 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ સ્પેશ્યલ ટ્રેન દર ગુરુવારે વિશાખાપટ્ટનમથી 17.35 કલાકે ઉપડશે અને શનિવારે સવારે 05:55 કલાકે ગાંધીધામ પહોંચશે. તે 01 એપ્રિલ 2021 થી 24 જૂન 2021 સુધી ચાલશે.

આ ટ્રેન મુસાફરી દરમિયાન ભચાઉ, સામખિયાલી, વિરમગામ, અમદાવાદ, આનંદ જં., વડોદરા જિ., અંકલેશ્વર જિ., સુરત, નંદુરબાર, જલગાંવ જં., ભુસાવાલ, મલકાપુર, અકોલા જં., બદનેરા, વર્ધા, ચંદ્રપુર મહારાષ્ટ્ર, બલ્હારશાહ, સિરપુર કાગઝનગર, રામાગુંડમ, વારંગલ, ખામ્મમ, વિજયવાડા, એલુરૂ, રાજમુંદ્રી, સામલકોટ જં. અને દુવ્વાડા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

Whatsapp Join Banner Guj

ટ્રેન નં. 08502 ની વિસ્તૃત યાત્રાઓ માટે બુકિંગ 25 માર્ચ 2021 થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.

આ પણ વાંચો…કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ તારીખથી ૪૫ વર્ષની ઉંમરના દરેક વ્યક્તિને મફતમાં મળશે વેક્સિન(vaccine)