Ambaji Temple e1595499467138

અયોધ્યા રામમંદિર ના નિર્માણ માટે અંબાજી થી પવિત્ર જળ અને રજ ( માટી) ભરી ચાર કળશ મોકલવા માં આવ્યા

Ambaji 4

અંબાજી,૦૧ જુલાઈ ૨૦૨૦ અયોધ્યા રામમંદિર બનાવવા ની ગતિવિધિ તેજ બની રહી છે ત્યારે રામમંદિર ના નિર્માણ માટે વિવિધ પવિત્ર અને ધાર્મિક સ્થાનો થી પવિત્ર જળ અને પવિત્ર ભૂમિ ની રજ એટલેકે માટી મોકલવામાં આવી રહી છે જેને લઈ આજે યાત્રાધામ અંબાજી થી પણ સરસ્વતી નદીનું પવિત્ર જળ અને અંબાજી ની પવન ભૂમિ ની રજ ચાર કળશ માં ભરી માતાજી ના મંદિર માં પૂજા અર્ચન વિધિ કરી સાથે તામ્ર યંત્ર સહીત એક ચાંદી ના સિક્કા ની પૂજા કરવામાં આવી હતી

Ambaji 2

જેને ઉત્તર ગુજરાત ના RSS તેમજ વિસ્વ હિન્દૂ પરિષદ ના કાર્યકર્તાઓ ને અયોધ્યા લઇ જવામાટે અર્પણ કરવામાં આવ્યું હતું પૌરાણિક ગ્રન્થો માં એવો પણ ઉલ્લેખ છે કે રામચંદ્ર ભગવાન રાવણ સામે યુદ્ધ કરવા અજય બાણ પણ માતાજી એ અર્પણ કર્યું હતું જેનાથી રાવણ નું વધ કરાયું હતું ને હવે જયારે ભગવાન રામચંદ્ર નું વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે આ નિર્માણ કાર્ય માટે અંબાજી થી પવિત્ર જળ અને પવિત્ર માટી ને પણ આજે મોકલવામાં આવી છે

Ambaji 1