Vadodara jail

એફ.એમ.રેડીઓ (FM Radio) સ્ટેશન….જેલ કેદીઓ જ આરજે..જેલ કેદીઓ જ શ્રોતા…અને જેલની ચાર દીવાલો વચ્ચે જ પ્રસારણ…

FM radio, Vadodara jail

વડોદરા સેન્ટ્રલ જેલમાં (FM Radio) બુધવાર થી શરૂ થશે રાજ્યની જેલોનું કેદીઓ માટેનું અને કેદીઓ દ્વારા જ સંચાલિત ચોથું એફ.એમ.રેડીઓ સ્ટેશન….


વડોદરા સેન્ટ્રલ જેલના (FM Radio) કેદી કલ્યાણ અને સુધારણા ના ઉજ્જવળ આયામો માં વધુ એક યશસ્વી પ્રકરણ આવતીકાલ બુધવાર થી ઉમેરાશે.તેની સાથે રાજ્યની ચોથી જેલ કેદીઓ ના માનસ પરિવર્તન અને મનોરંજન માટે પોતીકા એફ.એમ.રેડીઓ ના યુગમાં પ્રવેશ કરશે.

રચનાત્મકતા નું સિંચન કરતી સર્જનાત્મકતા કેદીઓ ના જીવન પરિવર્તન નું સશક્ત માધ્યમ બની શકે એવી લાગણી વ્યક્ત કરતા જેલ અધિક્ષક શ્રી બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે જેલો ના મહા નિર્દેશક – ડી.જી.ના સીધા આદેશ થી વડોદરા જેલમાં આ એફ.એમ.સ્ટેશન (FM Radio) ચાલુ કરવામાં આવી રહ્યું છે અને તેના માટે જરૂરી સ્ટુડિયો સહિતની તમામ સુવિધાઓ જેલની ચાર દીવાલો વચ્ચે ખડી કરવામાં આવી છે.તેના પર થતાં કાર્યક્રમો નું પ્રસારણ પણ જેલની ચાર દીવાલો વચ્ચે જ સાંભળી શકાશે.

Whatsapp Join Banner Guj

ગયા વર્ષની ગાંધી જયંતિ એટલે કે 2જી ઓકટોબર,2020 ના રોજ રાજ્યની જેલો ના ઇતિહાસમાં કેદીઓ માટેની સુવિધાઓ નો એક નવો કથાનક લખાયો એવી લાગણી વ્યક્ત કરતાં કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડ એ જણાવ્યું કે એ દિવસે સાબરમતી જેલમાં રાજ્યનું પ્રથમ એફ.એમ.રેડીઓ (FM Radio)સ્ટેશન શરૂ થયું.તે પછી સુરત અને રાજકોટ જેલો પછી હવે વડોદરા જેલમાં તેનો ગુંજારવ શરૂ થશે જે કેદીઓ ને મનોભાવો અને લાગણીઓ વ્યક્ત કરવાની જરૂરી મોકળાશ આપશે.આ બધું કોરોના કાળ માં થયું.એટલે નકારાત્મક સમયની આ એક સકારાત્મક ભેટ છે એવુ કહી શકાય.

આ રેડીઓ સ્ટેશન માટે વડોદરા જેલના ખુલા મંચ જેવા ઓપન એર થિયેટર ખાતે મોનીટર, કોમ્પ્યુટર સહિત એફ.એમ.માટે જરૂરી તમામ ઉપકરણો સાથે રેડીઓ સ્ટેશન ખડું કરવામાં આવ્યું છે.રેડીઓ જોકી ઉપયોગમાં લે તેવા માઇક્રોફોન વસાવવામાં આવ્યાં છે. બેરેકોમાં તેમજ જેલ ઉદ્યોગોના સ્થળે કેદીઓ તેનું પ્રસારણ સાંભળી શકે તેના માટે 58 જેટલા સ્પિકર્સ લગાવવામાં આવ્યાં છે.

જેલ સત્તાવાળાઓ ની દેખરેખ હેઠળ કેદીઓ માટે અને કેદીઓ દ્વારા સંચાલિત આ એફ.એમ. રેડીઓ કેદીઓને તેમના સર્જનાત્મક કૌશલ્યો ની પ્રસ્તુતિ નો મંચ આપશે.તેઓ પોતાના વિચારો, લાગણીઓ, કવિતાઓ,વાર્તાઓ, શાયરી,પુસ્તક વિવેચન, આ રેડીઓ ના સ્ટેશન માં થી પ્રસારિત કરી શકશે .આ ઉપરાંત મહાનુભાવો ના પ્રેરક પ્રવચનો ઇત્યાદિ નું પણ પ્રસારણ થઈ શકશે.

તેની સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે જાહેર પ્રસારણ વ્યવસ્થા જોડવામાં આવી છે જેની મદદ થી કેદી ભાઈઓ માટેની સાર્વત્રિક સૂચનાઓ નું પણ પ્રસારણ થઈ શકશે. કેદી કલ્યાણ ની પ્રયોગશીલતા માં ગુજરાત નું જેલ પ્રશાસન હંમેશા આ અગ્રેસર રહ્યું છે.કેદી બંધુઓને રેડીઓ જોકી બની રેડીઓ સ્ટેશન ચલાવવાની સુવિધા આપતી આ પહેલ વધુ એક અભિનવ પ્રયોગ છે.કદાચ ભવિષ્યમાં જેલવાસ પૂરો કરી બહારની પ્રસારણ ની દુનિયામાં અહીંનો કોઈ પૂર્વ કેદી સફળ આર.જે.બને તો નવાઈ પામવા જેવું નહિ ગણાય.

આ પણ વાંચો…MX પ્લેયરએ ‘ચક્રવ્યૂહ (chakravyuh) – એન ઇન્સ્પેક્ટર વીરકર ક્રાઇમ થ્રીલર’નું ટ્રેલર રીલિઝ થયું, 12 માર્ચથી દર્શકો ફ્રીમાં જોઇ શકશે…!