Fire team visit Covid 1200 bed hospital

ફાયર ઓડિટ કમેટી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલની લીધી મુલાકાત,જાણો શું આપ્યું સૂચન….

Fire team visit Covid 1200 bed hospital Ahmedabad

ફાયર ઓડિટ કમિટી ૧૨૦૦ બેડ હોસ્પિટલની મુલાકાતે પી.પી.ઇ. કીટમા સજ્જ થઈ વોર્ડમાં મુલાકાત લીધી

ઓડિટ કમિટીએ કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ફાયર સેફ્ટીના વ્યવસ્થાપન અંગે સંતોષ વ્યક્ત કર્યો

whatsapp banner 1

અહેવાલ: અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, ૦૫ ડિસેમ્બર: અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ફાયર ઓડિટ કમિટી દ્વારા આજ રોજ મુલાકાત લઇ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની ફાયર સેફ્ટી અંગે સમિક્ષા કરવા એક ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે.આ કમિટીના સભ્યો દ્વારા કોરોના ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત લઇને ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ, મેડિકલ ઉપકરણો, ઇલેક્ટ્રીફીકેશન અને હોસ્પિટલના સંશાધનોની ફાયર સેફટી ઓડીટ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા ફાયર સેફ્ટી માટેના નિર્ધારિત કરેલા માપદંડો પ્રમાણે હોસ્પિટલમાં સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

Fire team visit Covid 1200 bed hospital 2

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની મુલાકાત લઇને ઓડિટ કમીટીના અધિકારીઓ પ્રભાવિત થયા હતા. અહીં ઉપલબ્ધ ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ, વ્યવસ્થાપનની સમીક્ષા કરી કમિટી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કમિટીના સભ્યો દ્વારા કોરોના ડેડિકેટેડ હોસ્પિટલના વોર્ડ, લિફ્ટ તેમજ અન્ય સ્થળોએ ફાયર સેફ્ટીની ઉપલબ્ધ સુવિધાઓ વિશેનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

Fire team visit Covid 1200 bed hospital 5 edited

કોરોના ડેડિકેટે હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં પી.પી. ઈ કિટ માં સજ્જ થઇ મુલાકાત લઇને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી . આગ લાગવાના આક્સ્મિક સંજોગોમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ તેમજ સ્ટાફની તૈયારી વિશેની વિગત વાર ચર્ચા કરવામાં આવી હતી. અગમચેતીના ભાગરૂપે કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ નિરીક્ષણ બાદ તેઓ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ ફાયર સેફ્ટીની તમામ વ્યવસ્થાઓ તેમજ તેના માટે કરવામા આવી રહેલી જાળવણી વિશે કમિટી દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ફાયર સેફ્ટી માટેની ઉપલબ્ધ સુવિધાઓને વધુ શ્રેષ્ઠ બનાવવાના કેટલાક સુચનો પણ આ કમિટી દ્વારા કરવામાં આવ્યા હતા. ૧૨૦૦ બેડ હોસ્પિટલની મુલાકાત અંગેનો પ્રતિભાવ આપતા એડિસનલ ચીફ ફાયર અધિકારી આર.જે. ભટ્ટે કહ્યુ કે કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટેના તમામ માપદંડોને અનુસરવામાં આવી રહ્યા છે. ફાયર સેફ્ટીના તમામ ઉપકરણોની જાળવણી શ્રેષ્ઠ રીતે કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ કોરોના ડેડિકેટેડ સરકારી, ખાનગી અને મ્યુન્સિપિલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સંલ્ગ્ન મુલાકાત હાથ ધરીને તેનું સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

Fire team visit Covid 1200 bed hospital 4 edited


અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીનટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદી અને સમગ્ર સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને કમિટી દ્વારા બિરદાવવામાં આવી હતી. આ મુલાકાતમાં ચીફ ફાયર અધિકારી શ્રી એમ.એફ. દસ્તુર, ચીફ ઇલેક્ટ્રીકસીટી ઇન્સ્પેક્ટર શ્રી એચ.એચ.ખોજા, GM(ઇક્વીપમેન્ટ મેન્ટેન્નન્સ) ડૉ. ચેતના દેસાઇ, એ.સી.બી.ના આસિસટ્ન્ટ ડાયરેર્ટર શ્રી આશુતોષ પરમાર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.