Rajkot Station edited scaled e1634047508801

રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

Rajkot Station edited

રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે 20 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ શરૂ થશે

  અમદાવાદ, ૧૮ ઓક્ટોબર: પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી તહેવારની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે ખાસ ભાડુ સાથે રાજકોટથી સિકંદરાબાદ વચ્ચે ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

  1. ટ્રેન નંબર 07017/07018 રાજકોટ – સિકંદરાબાદ એક્સપ્રેસ સ્પેશ્યલ (સપ્તાહમા ત્રણ વાર)

ટ્રેન નં. 07017 રાજકોટ-સિકંદરાબાદ સ્પેશિયલ ટ્રેન દર સોમવારે, બુધવાર અને ગુરુવારે સવારે 05.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.30 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબર થી 30 નવેમ્બર 2020 સુધી ચાલશે. આવી જ રીતે પરત પ્રવાસ પર ટ્રેન નં. 07018 સિકંદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન દર સોમવારે, મંગળવાર અને શનિવારે બપોરે 15.15 વાગ્યે સિકંદરાબાદથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 19.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબર થી 28 નવેમ્બર, 2020 સુધી ચાલશે.

આ ટ્રેન મુસાફરી દરમ્યાન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌંડ, શોલાપુર, કલાબુરગી, વાડી, ચિત્તાપુર, સેરામ, તાંડુર અને બેગમપેટ સ્ટેશનો પર રહેશે. વિશેષ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સિટિંગના કોચ રહશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે.   

ટ્રેન નંબર 07017 નું આરક્ષણ 20 ઓક્ટોબર, 2020 થી નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

*****