fastag 1

ફોર વ્હીલર્સ માલિકો હાઇવે પર જાય કે ન જાય ફાસ્ટેગ (Fastag) નહીં હોય તો દંડને પાત્ર બનશે

fastag

ફોર વ્હીલર્સના માલિકોને શહેરની લિમિટમાં ફાસ્ટેગ (Fastag લેવુ પડશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૭ ફેબ્રુઆરી:
સરકારે ૧પમી ફેબ્રુઆરી ની મધરાત તમામ પ્રકારનાં ફોર વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યા છે . ફોર વ્હીલર્સ માલિકો તેમનાં વાહનો ને લઈને હાઈવે ઉપર જાય કે ન જાય તેમનાં વાહન પર ફાસ્ટેગ નહી હોય તો શહેરની લિમિટમાંપણ તેમને દંડ કરવામાં આવશે . હીઈવે જનાર ફોર વ્હીલર્સ માલીકે ટોલ પ્લાઝા પર થી પસાર થતી વખતે ફાસ્ટેગ (Fastag) નહી હોય તો રોકડ માં બમણો ટોલ ટેક્ષ ચૂકવવો પડશે . જો તે હાઈવે પર ન જાય અને વાહન મટે ફાસ્ટેગ ન હોય તો હવે જાહેર માં પણ તેંમેણે દંડ ચુકવવો પડશે પહેલી વખત આવા ગુન્હા માંટે રુપીયા ૩૦૦ લેખે દંડ વસૂલ કરાશે અને બીજે વખત રૂ 500 . ની રકમ વસૂલ કરાશે

Whatsapp Join Banner Guj

ફાસ્ટેગને ફરજિયાત બતાવવા મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારા કરાયા છે અને મોટાભાગનાં કારના માલિકો આ નિયમ થી અજાણ છે તેથી સ્ટેટ ટ્રાન્પોર્ટ વિભાગ દ્વારા તમામ વાહનના માલીકો ને ટેક્સટ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે સરકાર દ્વારા પાસ્ટેગ ને ફરજીયાત બનાવવા મોટર વ્હીકલ રુલ્સ માં સુધારા કરાયા છે . ચાર પૈડાંવાળા કે તેથી વધુ પૈડાંવાળા તમામ પ્રકારનાં વાહનો માટે 1 જાન્યુઆરી અને 1 એપ્રીલ થી ફાસ્ટેગ (Fastag) ફરજિયાત બનાવતુ જાહેરનામુ બાહર પાડવામાં આવ્યુ છે . NHAI ખાતે ફાસ્ટેગ ખરીદવા ૪૦,000 પોઇટ ઊભા કરાયા

શહેરના માર્ગો અને સ્ટેટ હાઈવે પર ફાસ્ટેગનો (Fastag) કશો ઉપયોગ થવાનો નથી આમ છતાં તમામ ફોર ફોર વ્હીલર્સ માલિકે બેન્કોમાંથી કે વોલેટ ઓપરેટર પાસેથી રુપીયા 200 ચૂકવીને ફાસ્ટેગ તો લેવાનાં રહેશે જ સરકાર દ્વારા NHAI ખાતે ફાસ્ટેગ ખરીદવા માટે ૪૦,૦૦૦ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે .

આ પણ વાંચો…અંબાજી ની કોલેજ (ambaji collage) માં યોજાયો ફીનીશીંગ સ્કૂલ પ્રકલ્પનો કાર્યક્રમ