Fake droctor Jamnagar 1

જામનગર નજીક પોલીસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને(Fake droctor) જન આરોગ્ય સાથે ચેડા કરતા પકડી પાડ્યો

fake Droctor, Jamnagar

જામનગર નજીકના લાલપુર રોડ પર આવેલ દરેડ ગામે પોલીસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને (Fake droctor) જન આરોગ્ય સાથે ચેડા કરતા પકડી પાડ્યો છે. પોલીસે આ શખ્સની સામે મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ કાર્યવાહી કરી ધરપડક કરી હતી.

ADVT Dental Titanium

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૫ માર્ચ:
જામનગર જીલ્લાના કાલાવડ પંથકથી શનિવારે પોલીસે એક ઘોડા ડોક્ટરને (Fake droctor) પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના બીજા દિવસે પણ પોલીસે જામનગર નજીકના દરેડ ગામે ચોક્કસ હકીકતના આધારે તપાસ કરી કરી હતી. જેમાં જીઆઈડીસીના ફેસ ત્રણમાં ભાડાથી એક દુકાન રાખી કલીનીક ચલાવતા પ્રદીપભાઈ વ્રજલાલ ચાવડા નામના શખ્સને આબાદ પકડી પાડ્યો હતો.

Whatsapp Join Banner Guj

આ શખ્સ માત્ર બાર ચોપડી પાસ છે અને અહીં કેટલાય સમયથી ગરીબ શ્રમિકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કલીનીક પરથી તબીબી ચીજવસ્તુઓ કબજે કરી આરોપી સામે (Fake droctor) મેડીકલ પ્રેકટીશર એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો…Forex:વડાપ્રધાન મોદીએ વિશ્વના દેશોને પાછળ છોડીને ભારતનો વગાડ્યો ડંકો, અમેરિકા -રશિયાને પણ છોડ્યા પાછળ