બનાસકાંઠા જિલ્લા માં આજથી ધોરણ 9 થી 12 ની પ્રથમ વાર્ષિક પરીક્ષા (Exam) શરૂ

exam, student

અંબાજી ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શાંતિ પૂર્ણ માહોલ માં (Exam) પરીક્ષાઓ ચાલુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૯ માર્ચ:
ગુજરાત રાજ્ય માં કોરોના મહામારી ને લઈ 8 મહાનગરપાલિકાઓ વિસ્તાર માં આજથી ઓફલાઈન (Exam)પરીક્ષાઓ શરૂ થનારી હતી જે મુલ્તવી રાખવામાં આવી હતી આ સિવાય ના વિસ્તારો માં આજથી સરકાર ની SOP પ્રમાણે પરીક્ષાઓ નો પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લા માં પણ આજથી ધોરણ 9 થી 12 ની પ્રથમ વાર્ષિક પરીક્ષા શરૂ કરવામાં આવી છે

અંબાજી ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં શાંતિ પૂર્ણ માહોલ માં પરીક્ષાઓ (Exam) લેવાઈ રહી છે આ પૂર્વે શાળા સંચાલક મંડળ દ્વારા પરીક્ષા ખંડો ને સૅનેટાઇઝ કર્યા બાદ જ પરીક્ષાર્થીઓ ને પણ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે સૅનેટાઇઝ કરી તમે વિદ્યાર્થીઓ નો ટેમ્પરેચર માપ્યા બાદ માસ્ક સાથે પ્રવેશ અપાયો હતો.સરકાર ની સંપૂર્ણ ગાઇડલાઇન સાથે વિદ્યાર્થીઓ એ શાંતિ પૂર્ણ માહોલ માં પરીક્ષા આપવાની શરૂઆત કરી હતી

ADVT Dental Titanium

જોકે સતત બે દિવસ સુધી વિવિધ માધ્યમો દ્વારા પરીક્ષા ને લઈ અસમંજસ્તા હોવા છતાં પરીક્ષા ના પ્રથમ દિવસે અંબાજી ની શાળાઓ માં 90 ટકા ઉપરાંત વિદ્યાર્થીઓ ની હાજરી હોવા અંબાજી ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય શૈલેન્દ્રસિંહ રાજપૂત એ જણાવ્યુ હતુ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…શામળાજી મંદિર(shamlaji temple) દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણયઃ ટૂંકા વસ્ત્રો પહેરનારને મંદિરમાં નહિ મળે પ્રવેશ- આ નિયમ સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ