જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVM સહિતની સામગ્રી સાથે સ્ટાફને કરાયો સુસજ્જ

evm

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે EVM સહિતની સામગ્રી સાથે સ્ટાફને સુસજ્જ કરવામાં આવ્યો છે.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૦ ફેબ્રુઆરી:
જામનગરમાં 4 સ્થળોએથી EVM સહિતના સાહિત્ય આપવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને મતદાન કામગીરી માટે રવાના કરાયો છે.ત્યારે જામનગરમાં 645 મતદાન મથકોમાં 3870 કર્મચારીઓને ચૂંટણી માટે કામગીરી સોંપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj

2200થી વધુ પોલીસ અને સુરક્ષકર્મીઓ કરાશે તૈનાત કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં 312 સંવેદનશીલ અને 11 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર મતદાન થશે ત્યારે 4,88,962 મતદારો કુલ 16 વૉર્ડ ની 64 બેઠકોના માન્ય 236 ઉમેદવારોમાંથી પોતાની પસંદગીના ઉમેદવારને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

evm jmc

આ પણ વાંચો…રાજ્યમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચશે ગરમીનો પારો, હવામાન વિભાગે (Meteorological Department) કરી આગાહી