પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની સ્થાપના

ભારતીય રેલ્વે દ્વારા માલભાડા વ્યવસાય ને વર્ષ 2024 સુધી બેગુણા કરવાના લક્ષ્ય ને અનુલક્ષીને અમદાવાદ ડિવિઝન પર પરિચાલન, વાણિજ્ય, વિત્ત, એકાઉન્ટ અને મિકેનિકલ વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંડળ સ્તર પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. જેનાથી પરંપરાગત કોમોડિટી ની સાથે નવી કોમોડિટી ને પણ રેલ્વેની આવક વધારવામાં સામેલકરવામાં આવશે.

Parcel unit


મંડળ રેલ્વે પ્રબંધક શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે પશ્ચિમ રેલ્વે અને ભારતીય રેલ્વેના સૌથી વધુ આવક આપતા મંડળ માં અમદાવાદ મંડળ શામિલ છે. તેમાં કંડલા, મુન્દ્રા અને ટૂનોપોર્ટ પણ શામેલ છે જે મંડળ ની આવક વૃદ્ધિમાં અગ્રેસરની ભૂમિકામાં છે. આ ઉપરાંત મંડળ પર ખાનગી ફ્રેટ ટર્મિનલ અને ગુડ્સ શેડ પણ છે. જ્યાંથી ઓટોમોબાઈલ, ખાતર,ખાદ્ય તેલ, કોલસા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, વેટોનાઇટ , દૂધ અને દૂધના ઉત્પાદનો લોડ કરવામાં આવી રહ્યા છે, ત્યાંથી મંડળ સ્તર પર સ્થાપિત બીઝનેસ ડેવલપમેન્ટ યુનિટ માં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક ના કોર્ડીંનેશન માં વરિષ્ઠ મંડળ વાણિજય પ્રબંધક, વરિષ્ઠ મંડળ વિત્ત પ્રબંધક, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર, વરિષ્ઠ મંડળ એન્જિનિયર(સમન્વય) સહિત પાંચ સભ્યોની ટીમ હશે જે રેલવે ની આવક માં ઉત્તરોત્તર વૃદ્ધિ માટે ચેમ્બર ઓફ કોમર્સ વ્યવસાયિક સંગઠનો, વ્યાપારી સંગઠનો, ઉધોગપતિઓ ની સાથે સતત અને જીવંત સંપર્ક બનાવી રાખશે અને માલ લોડિંગ માં હર સંભવ સહાયતા ઉપલબ્ધ કરાવશે. આ સમિતિ નવા ટ્રાફિક પ્રપોસલ ને ઝડપ થી કર્યાન્વિત કરશે. જો કોઈ ગ્રાહક કોઈ પણ ઉત્પાદનને અમદાવાદ મંડળ થી પરિવહન કરવા માંગે છે, તો તેઓ
વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક ને 079-22204008 પર ટેલિફોન તથા pksingh.irts@gov.in ઈમેલ એડ્રેસ પર સંપર્ક કરીને સહાયતા મેળવી શકે છે.