નર્મદા જિલ્લા માં સ્થાનિક ચૂંટણીઓ ના પ્રચાર પડઘમ શાંત વહીવટી તંત્ર મતદાન (election) પ્રક્રિયા માં વ્યસ્ત

evm
file pic

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૭ ફેબ્રુઆરી:
નર્મદા જિલ્લા માં ગઈકાલ સાંજ થી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ ના (election) જાહેર પ્રચાર શાંત થતા ઉમેદવારો એ ડોર તો ડોર પ્રચાર શરૂ કર્યો છે તો પ્રચાર બંધ ની સમય મર્યાદા. પૂર્ણ થાય તે પહેલા ભાજપે રાજપીપલા ડેડીયાપાડા માં રોડ શો કરી મતદારો ને અપીલ કરી હતી તો બીજી બાજુ વહીવટી તંત્ર એ મતદાન પ્રક્રિયા ની કામગીરી હાથ ધરી છે.

Whatsapp Join Banner Guj

નર્મદા જિલ્લા પંચાયત ની 22 બેઠક અને નાંદોદ તાલુકા ની 18 બેઠક તિલકવાડા 16 ગરુડેશ્વર 16 ડેડીયાપાડા 22 અને સાગબારા 18 બેઠક સાથે રાજપીલા નગર પાલિકા ની 28 બેઠક માટે કુલ. 8 59. 236. મતદારો તેમના મતાધિકાર નો (election) ઉપયોગ કરશે જેના માટે કુલ 106 ઝોનલ અધિકારીઓ ફરજ બજાવશે

જયારે 197 પ્રીસાઈડિંગ અધિકારી 3487 પોલિંગ એજન્ટ (election) અને 197 પટાવાળા સહીત કુલ 4882 કર્મચારીઓ ફરજ બજાવશે જયારે મતદાન મથકો પર કાયદા વ્યવસ્થા ની જાળવણી માટે જિલ્લા પોલીસ વડા ની દોરવણી હેઠળ ડીવાય એસપી. પી આઈ. પી એસ આઈ સહીત કુલ 2640 પોલીસ કર્મિઓ ફરજ બજાવશે.

આ પણ વાંચો…Corona vaccine date: પહેલી માર્ચથી નોંધણી કરાવીને સીનિયર સિટિઝન્સ લઈ શકશે કોરોનાની રસી- વાંચો સંપૂર્ણ વિગત