Vivekanand Patil

ED: મહારાષ્ટ્રના એક ધારાસભ્યની થઈ ગઈ ધરપકડ, જાણો વિગત

ED: પનવેલના ભૂતપૂર્વ ધારાસભ્ય વિવેકાનંદ શંકર પાટીલની કરનાળા નાગરી સહકારી બૅન્ક સાથે રૂપિયા 512 કરોડની છેતરપિંડી મામલે ધરપકડ કરી હતી.

મુંબઈ, ૧૬ જૂન: ED: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે પનવેલના ભૂતપૂર્વ ધારાસભ્ય વિવેકાનંદ શંકર પાટીલની કરનાળા નાગરી સહકારી બૅન્ક સાથે રૂપિયા 512 કરોડની છેતરપિંડી મામલે ધરપકડ કરી હતી. ભારતીય ખેડૂત અને મજૂર પક્ષના સભ્ય, પાટીલ પનવેલ સ્થિત બૅન્કના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. ઇડીનો આરોપ છે કે પાટીલે કથિતરૂપે બનાવટી ઍકાઉન્ટ્સ બનાવ્યાં હતાં અને આશરે 500 કરોડ રૂપિયાની ફેરવણી કરી હતી. એવી અટકળો છે કે આ નાણાં નવી મુંબઈમાં કરનાળા સ્પૉર્ટ્સ ઍકેડૅમી બનાવવા માટે ફેરવવામાં આવ્યા હતા.

Whatsapp Join Banner Guj

પાટીલ સામે EDનો મની લૉન્ડરિંગ કેસ નવી મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ (EW) દ્વારા ગયા વર્ષે નોંધાયેલી FIR પર આધારિત છે. રિઝર્વ બૅન્કઑફ ઇન્ડિયા (RBI) દ્વારા બૅન્ક સાથે છેતરપિંડી મામલે પોલીસે પાટીલ સહિત ૭૬ વ્યક્તિઓ સામે છેતરપિંડી, બનાવટ અને વિશ્વાસના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. બૅન્કની 17 શાખાઓ પર RBIના ઑડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘણાં લોન ખાતાં યોગ્ય કાર્યવાહી વગર ખોલવામાં આવ્યાં હતાં અને આ ગ્રાહકોને અપાયેલાં નાણાંનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો.

ખુશી ખબર: (Good news)લોકડાઉન અને મહામારીને લીધે માનવ દખલ ઘટતાં અભયારણ્યોમાં વન્ય પ્રાણીઓની વસ્તી વધી

ઉલ્લેખનીય છે કે જૂન 2020માં, RBIએ કરનાળા નાગરી સહકારી બૅન્કના તમામ ખાતાંમાં 500 રૂપિયા પર ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો હતો. RBIએ એમ પણ કહ્યું હતું કે બૅન્ક લોન અને ઍડ્વાન્સમેન્ટ આપી શકશે નહીં, કોઈ રોકાણ કરી શકશે નહીં અને RBIની મંજૂરી વિના તાજી થાપણો સ્વીકરી શકશે નહીં. બૅન્કને કોઈપણ ચુકવણી કરવાઅથવા એની કોઈપણ સંપત્તિ વેચવા, સ્થાનાંતરિત કરવા અથવા નિકાલ કરવા પર પ્રતિબંધિત મુકાયો હતો.