RJT mukesh Kikandi 2

રાજકોટ સીવીલ હોસ્પિટલના ફરજનિષ્ઠ આરોગ્યકર્મી : મુકેશભાઈ કોડાણી

RJT mukesh Kikandi 2

રાજકોટ તા. ૩સપ્ટેમ્બર : કોરોનાની સાંકળને લગામમાં લેવા માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સંપૂર્ણ તબીબ જગત જનહિતની આરોગ્ય સુખાકારી માટે સતત કાર્યરત છે. કોવીડ-૧૯ વોર્ડમાં જાનના જોખમે દર્દીઓની શારીરિકમાનસિક મનોસ્થિતીનું ધ્યાન રાખીને સારવાર આપતા આરોગ્ય કર્મીઓ તેમનીફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોવા છતાં, સંપૂર્ણ સ્વસ્થ થઈને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરીથી ફરજ નિભાવવા પાછીપાની નથી કરતાં. આવા આરોગ્ય કર્મીઓ કોઈ ફરિશ્તાથી કમ નથી. આવા આરોગ્ય કર્મીઓ પૈકીના એક એવાઆરોગ્ય કર્મી એટલે રાજકોટ કોવીડ-૧૯ વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધર્સ (નર્સ) મુકેશભાઈ કોડાણી.

 કોરોનાથી સંક્રમિત થયેલા અને હાલ સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરજ પર પરત ફરેલા સ્ટાફ બ્રધર્સ મુકેશભાઈએ જણાવ્યું હતું કે,” કોવીડ વોર્ડમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરતી વેળાએ ૫ મી ઓગસ્ટના રોજ કોરોનાથી સંક્રમિત થયો હતો. કોઈપણ પ્રકારની મુંઝવણ અને ભય અનુભવ્યા વગર રાજકોટ સિવિલમાં દાખલ થઈને ડોકટર્સ અને મેડીકલપેરા મેડીકલ સ્ટાફ દ્વારા મળેલી સારવારને કારણે માત્ર ત્રણ દિવસમાં જ હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ તબીબોની સલાહને અનુસરીને ૧૫ દિવસ સુધી વધુ સારા સ્વાસ્થ્ય માટે ૩૧ ઓગસ્ટ સુધી હું હોમ આઈસોલેશનમાં રહ્યો હતો.”

RJT mukesh Kikandi

 કોરોના મુક્ત થઈ અને હોમ આઈસોલેશન પૂર્ણ કર્યા બાદ દર્દીઓની સેવા અને સારવાર માટે ફરજ પર હાજર થયેલા મુકેશભાઈએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ” મારો રિપોર્ટ નેગેટિવ આવતાંની સાથે જ મને પહેલો વિચાર એજ આવ્યો કે હું ફરીથી કોરોના વોર્ડમાં જઈને પોઝીટીવ દર્દીઓ માટે કામ કરી શકીશ. આજે સંપૂર્ણ સ્વસ્થ બનીને હું ફરીથી મારી ફરજ બજાવી રહ્યો છું. દર્દીઓના આરોગ્યની તપાસ કરી, તેમની સાથે વાતચીત કરીને જે સંતોષ મળે તે અવર્ણનીય છે.”

કોરોનાની પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં મુકેશભાઈની જેમ અનેક આરોગ્ય કર્મીઓ પોતાની ફરજનિષ્ઠાને પ્રાધાન્ય આપીને અનેક કોરોના દર્દીઓને કોરોના મુક્ત કરીને નવજીવન બક્ષી રહ્યા છે. તેમની આ ઝિંદાલીદી આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.

અહેવાલ:પ્રિયંકા પરમાર