RJT Plasma edited

પ્લાઝમા ડોનેટ કરી સિવિલના ડોક્ટર્સ બન્યા પ્રેરણામૂર્તિ..

ડોક્ટર્સ સહીત ૧૭ લોકોએ ૩૦ બોટલ પ્લાઝમા ડોનેશન કર્યું – દર્દીઓને પ્લાઝમા મળતા રોગપ્રતિકારક શક્તિમાં થયો વધારો

RJT Plasma edited

પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ મુશ્કેલી થતી નથી, કોઈનો જીવ બચાવ્યાનો સંતોષ થાય તે અલગ:ડો. સચિન ગજેરા,

રાજકોટ તા. ૨૬ ઓગસ્ટ. કોરોનાના ગંભીર દર્દીઓને સારવારમાં અર્થે દવા ઉપરાંત તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે પ્લાઝમા ઉપયોગી હોવાનું જોવા મળ્યું છે. ગંભીર દર્દીઓની સ્થિતિમાં સુધારા જોવા મળતો હોવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ડોનેટ કરવા કોરોનાથી સાજા થયેલા દર્દીઓ ઉપરાંત ડોક્ટર્સ પણ વિશેષ રૂપે આગળ આવી રહ્યા છે.

રાજકોટ ખાતે મેડિકલ કોલેજના પી.જી. ના મેડિસિનના વિદ્યાર્થી ડો. સચિન ગજેરા કે જેઓ બી પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવે છે. તેઓએ પોઝિટિવ વિચારધારા સાથે પ્રથમ વાર તેમનું પ્લાઝમા ડોનેટ કર્યું છે.

તેઓના અનુભવ વિષે જણાવતા ડો. સચિન કહે છે કે, ‘મેં આજરોજ પ્રથમ વાર પ્લાઝમા ડોનેટ કર્યું છે. મને આ સમયે કોઈપણ પ્રકરની અસ્વસ્થતા જણાઈ નહોતી. જે આપણે લોહી ડોનેટ કરીયે છીએ તેમ જ પ્લાઝમા આપવાનું હોઈ છે. તેની શરીર પર કોઈ સાઈડ ઇફેક્ટ થતીનથી હોતી. વળી તમે કોઈનો જીવ બચાવ્યાનો સંતોષ થાય તે અલગ જણાવતા ડો સચિન આનંદની લાગણી સાથે જરૂર પડ્યે ફરી પ્લાઝમા ડોનેટ કરવાની ઈચ્છા દર્શાવી હતી.

આ ઉપરાંત ડો. નીરવ જોશી (પી.એસ.એમ. વિભાગ, પી.ડી.યું. મેડિકલ કોલેજ) એ પણ પ્લાઝમા ડોનેટ કરી કોરોનાના ગંભીર દર્દીઓને સ્વસ્થ થવામાં સહાયરૂપ બન્યા છે. સિવિલના બંને ડોક્ટરોએ પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકો માટે પ્રેરણામૂર્તિ બન્યા છે. 

રાજકોટ પી.ડી.યુ મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવે જણાવ્યું હતું કે, આ પહેલા પણ ગોકુલ હોસ્પિટલના ડોક્ટર્સ, સિવિલના નર્સિંગ સ્ટાફ સહીત ૧૭ લોકોએ ૩૦ બોટલ પ્લાઝમા ડોનેટ કર્યું છે. એક વ્યક્તિ પાસેથી ૫૦૦ એમ.એલ. જેટલુ પ્લાઝમા મળતું હોઈ છે. જેમાંથી ૨૦૦ એમ.એલ. ની એક એમ કુલ ૩૦ બોટલ પ્લાઝમા દર્દીઓને મળતા રોગપ્રતિકારક શક્તિમાં થયો વધારો થયો હોવાનું અને આ પ્રક્રિયા સફળતાપૂર્વક આગળ વધારવામાં આવશે અને વધુને વધુ લોકો પ્લાઝમા દાન કરે તેવી અરજ તેમણે કરી હતી.

Reporter Banner FINAL 1