Khushi

ત્રણ વર્ષની ખુશીની જીંદગીમાં ફરી ‘ખુશી’ રેલાવતા રાજકોટ સીવીલ હોસ્પિટલના ડોકટરો

Khushi

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ, ૧૦ ઓક્ટોબર: કાચનુ મોતી ગળી જવાથી ખુશીની શ્વાસોશ્વાસની ક્રિયા અવરોધાઈ:  રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ કઠિન ઓપરેશન પાર પાડી, ખુશીના ફેંફસામાંથી મોતી બહાર કાઢ્યું

માત્ર ત્રણ વર્ષની ખુશીની જીંદગીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના સંનિષ્ઠ પ્રયાસોથી ફરી ખુશી રેલાઈ છે. વિગતે વાત જોઇએ તો ખુશી રમતાં રમતાં અજાણતા કાચનુ મોતી ગળી ગઈ હતી. જે મોતી છેક ફેંફસામાં ચાલ્યુ ગયુ હતું. જેથી ખૂશીની શ્વાસોશ્વાસથી પ્રક્રિયા અવરોધાવા લાગી. એક તબક્કે ઓક્સીજનનુ સ્તર ખૂબ નીચે જતુ રહ્યું. આ ગંભીર પરિસ્થિતિમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો. સેજલ મિસ્ત્રીએ ભારે જહેમત બાદ કઠિન કહી શકાય તેવી ઓપરેશન પાર પાડી, ખુશીના ફેંફસામાંથી મોતી બહાર કાઢ્યુ હતું, આમ, સફળ સર્જરીના પગલે ખુશીને નવજીવન મળ્યું છે.

Dr Sejal

અતિ કઠિન કહી તેવા આ ઓપરેશન અંગે વાત કરતા ડો. સેજલ મિસ્ત્રી કહે છે કે, સાત દિવસ સુધી ખ્યાલ જ ન આવ્યો હતો કે, ખુશી કાચનું નાનુ ગોળાકાર મોતી ગળી ગઈ છે, જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ખૂબ અવરોધાવા લાગી, ત્યારે બાદ સીટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવતા જાણવામા આવ્યું કે, કાચનું મોતી ફેંફસામાં હોવાથી શ્વાસ લેવાની તકલીફ સર્જાય છે. જેથી તાત્કાલિક ખુશીનું ઓપરેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ડો. સેજલ મિસ્ત્રી આગળ વાત કરતા કહે છે કે, ઓપરેશન દરમિયાન મુશ્કેલી ત્યાં હતી કે, કાચનું મોતી  ગોળ હોવાથી કોર્સેપમાં પકડવું ખૂબ કઠિન હતુ. સદનશીબે સમયસર આ મોતી કોર્સેપમાં પકડાઈ જતા વ્યવસ્થિત રીતે બહાર ફેફસામાંથી બહાર કાઢી, સફળ રીતે ખુશીનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.

ખુશીને શ્વાસોશ્વાસની ક્રિયાને ભારે અસર પહોંચી હતી, સામાન્ય ખાંસી પણ હતી. આમ, પ્રાથમિક રીતે ખુશીમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાના તમામ ચિહ્નો જોવા મળતા હતા. જેથી કોવિડ ટેસ્ટ પણ કરવામાં  આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. તેમ ડો. સેજલ મિસ્ત્રીએ ઉમેર્યું હતું.

નાના બાળકોના વાલીઓ ખાસ કરીને જે બાળકોને દાંત આવ્યા નથી, ચાવી નથી શકતા તેવા બાળકોથી ચણા, બદામ, કાજુ, દ્રાક્ષ, સેફ્ટી પીન, જેવી વગેરે વસ્તુઓથી દૂર રાખવા જોઈએ, સાથે નાના બાળકોને સતત દેખરેખમાં રાખવા જોઈએ, નાના બાળકોને જે ખોરાક આપવામાં આવે છે તે, સરળતા ગળે ઉતરી જાય તેવો અને વાટીને આપવો આપવો જોઈએ. તેવો અનુરોધ ડો. સેજલ મિસ્ત્રીએ કર્યો હતો.

Advt Banner Header

ખૂશીના પિતા કડવાભાઈ વાલાણી કહે છે કે, ખૂશી મોતી ગળી ગઈ છે તેવો અમને ખ્યાલ પણ ન હતો. પણ  બિમાર અને સતત રડ્યે રાખતી હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને તમામ રિપોર્ટ અને નિદાનના આધારે ફેંફસામાં મોતી હોવાનુ સામે આવ્યું હતું. જે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરની સતત દેખરેખ-સારવારના પગલે મોતી બહાર કાઢ્યું હતુ. આમ, અમારી ખૂશી ફરી ખિલખિલાટ હસવાં-રમવા લાગી છે. તેમ તેમણે સિવિલ હોસ્પટલના ડોક્ટરનો આભાર પ્રગટ કરતાં ઉમેર્યું હતું.