Achievements During Covid Booklet COMBO

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા વિશેષ પુસ્તિકા “કોવિડ રોગચાળોનાં વોરિયર્સ” નું ડિજિટલ વિમોચન

Achievements During Covid Booklet COMBO
જનરલ મેનેજરે પશ્ચિમ રેલ્વેની ફ્રન્ટ લાઇનના બધા ખરા કામદારોને એક ખાસ પુસ્તિકા સમર્પિત કરી

કોરોના રોગચાળાને કારણે જાહેર થયેલ લોકડાઉન દરમિયાન  પશ્ચિમ રેલ્વેની મહત્વપૂર્ણ ઉપલ્બધિઓના આધારે વિશેષ પુસ્તિકાનું ડિજિટલ પ્રકાશન બુધવારે 22 જુલાઈ, 2020 ને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા કરવામાં આવ્યું.આ વિશેષ પુસ્તિકાનું શીર્ષક “કોવિડ રોગચાળોનાં વોરિયર્સ છે.

જનરલ મેનેજર શ્રી કંસલે આ પુસ્તિકા ને પશ્ચિમ રેલ્વેની પ્રથમ પંક્તિ  ના તમામ વફાદાર કર્મચારીઓને આ પુસ્તિકા સમર્પિત કરી હતી, જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના, લોકડાઉન દરમિયાન પશ્ચિમ રેલ્વેની વિવિધ મહત્વપૂર્ણ સેવાઓને સતત ચાલુ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જનરલ મેનેજરે પશ્ચિમ રેલ્વેના દરેક કોરોના વોરિયરને તેના હિંમતવાન અને અસાધારણ પ્રદર્શન માટે હૃદયપૂર્વક અભિનંદન આપ્યા, જેણે દેશ અને દેશવાસીઓની સેવા કરવાની ફરજ બજાવીને અનોખું  ઉદાહરણ પૂરું પાડ્યું  છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આ માહિતીપ્રદ પુસ્તિકામાં કોરોનાવાયરસ રોગચાળાના નિવારણ માટે  પશ્ચિમ રેલ્વે દ્વારા સુનિશ્ચિત કરેલ બધા પાસાઓ અને યોગદાનને ભવ્ય શૈલીમાં સમાવવામાં આવેલ છે અને ફરજ પ્રત્યે અજોડ સમર્પણ અને અનુકરણીય ભૂમિકા માટેના તમામ કોરોના કલાકારોની બહાદુરી અને પ્રતિબદ્ધતાને પણ સલામ આપવામાં આવી છે.નોંધનીય છે કે લોકડાઉન હોવા છતાં, પશ્ચિમ રેલ્વેના પૈડાં હંમેશા કોઈ ન કોઈ રૂપે ગતિમાં રહેતા હતા.જ્યારે પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, ત્યારે પશ્ચિમ રેલ્વે ફક્ત તેના વિશાળ નેટવર્કના નિયમિત જાળવણી અને સુધારણાના કાર્ય માંજ રોકાયેલ રહીં, પણ  સમાજના ઘણા જરૂરીયાતમંદોને નિ:શુલ્ક ખોરાકનું વિતરણ કરવા પ્રથમ પંક્તિ  ના કર્મચારીઓ માટે માસ્ક, પી.પી.ઇ. કીટ અને સેનિટાઇઝર્સ તૈયાર કરવા સિવાય દેશભરમાં જરૂરી સામગ્રીની પરિવહન અને અન્ય પ્રવૃત્તિઓમાં પશ્ચિમ રેલ્વેના કાર્યકરો દ્વારા સક્રિય યોગદાન આપવામાં આવ્યું હતું.આ વિશેષ પુસ્તિકા પશ્ચિમ રેલ્વેના જનસંપર્ક વિભાગ દ્વારા ડિજિટલ રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં પરપ્રાંતિય મજૂરોને તેમના વતન સુધી પહોંચવા માટે સપ્લાય માટે દોડતી વિશેષ ટ્રેનો તથા દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચવા માટે જરૂરી આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાય માટે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો અને દૂધની ટ્રેનો ચલાવવામાં આવી રહી છે તે અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વિવિધ માળખાકીય સિદ્ધિઓ ઉપરાંત, સામાન્ય કોચને આઇસોલેશન વોર્ડમાં રૂપાંતરિત કરવા સહિતની વિવિધ નવીનતાઓનો પણ આ પુસ્તિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં પશ્ચિમ રેલ્વેના કોવિડને સમર્પિત જગજીવન રામ હોસ્પિટલનું મોટું યોગદાન પણ દર્શાવવામાં આવ્યું છે.નોંધનીય છે કે આ દેશની પ્રથમ અને એકમાત્ર રેલ્વે હોસ્પિટલ છે, જે કોરોના દર્દીઓની સારવારને સમર્પિત છે.

પ્રદીપ શર્મા,જનસંપર્ક અધિકારી,પશ્ચિમ રેલવે, અમદાવાદ