JMC pooja 5

કોરોનાના કેહર વચ્ચે જામનગરના ભક્તો એ ઈશ્વર વિવાહ દ્વારા કરી આરાધના…

JMC pooja 5

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૪ ઓક્ટોબર: છોટીકાશી ગણાતા જામનગરમાં 350વર્ષથી પુરાણી જલાની જારમાં યોજાતી પરંપરાગત ગરબીમાં ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ છે. ત્યારે આ વર્ષે પ્રાચીન ઈશ્વર વિવાહમાં કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું છે.

જામનગરમાં આવેલા જલાની જાર વિસ્તારમાં છેલ્લા 350થી વધુ વર્ષો થયા પરંપરાગત ગરબી યોજાય છે. દેશ-વિદેશમાં પ્રખ્યાત આ જલાની જારની ગરબીમાં યોજાતા ઈશ્વર વિવાહ જોવા માટે રાતભર લોકો ઉમટી પડતાં હોય છે.આ ગરબીમાં માત્ર છંદો દ્વારા પુરુષો નગારાના તાલે ગરબી યોજે છે. અને આ ગરબીમાં નાત-જાતના ભેદ-ભાવ વગર નાના-મોટા સૌ કોઈ ભાગ લેતા હોય છે. જેમાં સાતમા નોરતે યોજાતા ઈશ્વર વિવાહનું અનેરું મહત્વ હોય છે. પરતું આ વર્ષે નવરાત્રિ દરમ્યાન અહી યોજાતા ઈશ્વર વિવાહમાં પણ કોરોના વેરી બન્યો છે. પરતું વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામા આવી છે.

કોરોનાના કહેર વચ્ચે હાલ અર્વાચીન ગરબીઓ અને મોટા આયોજનો બંધ છે. ત્યારે પરંપરાગત યોજાતી જામનગરની 350 વર્ષોથી પણ જૂની અને પ્રાચીન જલાની જારની ગરબીમાં ખાસ માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે નવરાત્રિના સાતમા નોરતે ભગવાન શિવ અને પાર્વતિના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામા આવી છે.

loading…