Deesa bjp

Deesa BJP: ડીસા માં ભાજપ ના આયાતી ઉમેદવાર ને લઈને વિરોધ..

Deesa BJP:સંગઠન ના હોદેદાર ને ટીકીટ મળી તો સ્થાનિકો એ આયાતી ગણી વિરોધ શરૂ કર્યો..

રાજ્ય સભા ના ઉમેદવાર દિનેશ અનાવડીયા ના વોર્ડમાં જ (Deesa BJP) ભાજપ નો વિરોધ..

અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૨૨ ફેબ્રુઆરી:
(Deesa BJP) બનાસકાંઠા જિલ્લામાં ત્રણ જગ્યાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ વાગી ગયા છે જેમાં ડીસા ખાતે પણ આગામી 28 તારીખે મતદાન યોજાવાનું છે જેને લઇને ડીસા શહેરમાં ચૂંટણીના પ્રચાર ચાલુ પણ થઈ ગયા છે જ્યારે ગત મોડીરાત્રે વોર્ડ નંબર 4 ના ભાજપના (Deesa BJP) ઉમેદવારોએ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારે વોર્ડ નંબર 4 ના સ્થાનિક લોકો દ્વારા આયાતી ઉમેદવારના વિરોધમાં રેલી પણ નીકળી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું

Whatsapp Join Banner Guj

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પૂરજોશમાં ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાનો છે ત્યારે ગત મોડીરાત્રે ડીસાના વોર્ડ નંબર ચાર માં ભાજપના ઉમેદવારો દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તાજેતરમાં રાજ્ય સભાના ઉમેદવારની પસંદગી પામેલ દિનેશભાઈ અનાવાડિયા તેમજ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ ડીસાના વોર્ડ નંબર ચાર માં આયાતી ઉમેદવાર ચેતન ત્રિવેદી ને વોર્ડ નંબર ચાર માં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે

deesa bjp

ત્યારથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગતરોજ ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું તો બીજી તરફ સ્થાનિક લોકોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આયાતી ઉમેદવાર ન ચાલે તેવા સૂત્રો સાથે સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.હાલ ભાજપ ના ઉમેદવાર ને લઈને આ વોર્ડ મા ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે આવનાર સમય માં જો વીરોધ વધશે તો ભાજપ ને ભારે નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો…Nigeria plane crash: હજારો યાત્રીઓની સામે જ બ્લાસ્ટ થઈ સળગી ગયું સૈન્ય વિમાન, 7 લોકોના મોત નિપજ્યાં