રાષ્ટ્રપતિ ના કાર્યક્રમ માં મનસ્વી અને બેજવાબદાર વર્તન કરનાર કાર્યપાલક ઈજનેર ને શોકોઝ નોટિસ ફટકારતા ડી ડી ઓ

  • .હું વડોદરા છું મારો ડ્રાઈવર રાજપીપલા છે કેવડિયા કેવી રીતેઆવું ? નો વાહિયાત જવાબ
  • કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ અગાઉ પણ અનેક રજૂઆતો પણ સિંચાઈ વિભાગે ધ્યાન ના આપ્યુ

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા

રાજપીપલા, ૦૧ ડિસેમ્બર: કેવડિયા કોલોની મુકામે તાજેતર માં યોજાયેલ ઓલ ઇન્ડિયા સ્પીકર કોન્ફેરેન્સ ની પૂર્વ તૈયારી દરમ્યાન કરજણ સિંચાઈ યોજના ના કાર્યપાલક ઈજનેર ના બેજવાબદાર અને મનસ્વી તેમજ જવાબદારીમાંથી છટકવા જેવા ગંભીર ગેરવર્તન નો કિસ્સો બહાર આવવા પામ્યો છે. જેમાં કાર્યપાલક ઈજનેર ને ડી ડી ઓ એ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે. સમગ્ર કિસ્સા ની હકીકત મુજબ કેવડિયા મુકામે રાષ્ટ્રપતિ તેમજ અન્ય મહાનુભાવો આવનાર હોય કલેક્ટર નર્મદા એ સમગ્ર વ્યવસ્થા નું ઘનિષ્ઠ આયોજન કર્યું હતું અને વિવિધ સમિતિઓ બનાવી વિભાગીય અધિકારીઓ ને જવાબદારી સોંપી હતી દેશ ના તમામ રાજ્યો માંથી આવતા મહા નુભાવો ની આવન જાવન. રહેઠાણ. તેમજ અન્ય સુવિધા સચવાય તે માટે વર્ગ -2 ના અધિકારિઓ ને લાયઝન ની જવાબદારી સોંપી હતી અને તે સૌ નું સંકલન કરવા. વર્ગ-1 ના અધિકારી કાર્ય પાલક ઈજનેર જે ડી વાઘેલા ને જવાબદારી સોંપી હતી

જે અન્વયે કાર્યપાલક ઈજનેર ને કેવડિયા આવવા જણાવતા અનેક વાર તેમનો મોબાઇલ નો રીપ્લાય. આવતો હતો જયારે સંપર્ક થયો ત્યારે ઉડાઉ જવાબ આપ્યો કે હું વડોદરા છું અને મારો ડ્રાઈવર રાજપીપલા છે હું કેવી રીતે આવું ? ત્યાર બાદ તેમનો સંપર્ક થઇ શક્યો નહિ કલેકટર નર્મદા ના પી એ એ પણ ફોન કર્યાં પણ નો રીપ્લાય આમ કાર્યપાલાક ઇજનેર. મનસ્વી વર્તન કરી જવબદારી માંથી છટકી રાષ્ટ્રપતિ ના કાર્યક્રમ ની વ્યવસ્થા ખોરવાય અને. મહાનુભાવો. ની સુવિધા માં વિક્ષેપ પડે તેવું બે જવાબદાર. વર્તન કરતા. આ સમગ્ર કામગીરી ના નિયંત્રણ અધિકારી અને ડી ડી ઓ. નર્મદા એ. કાર્યપાલક ઈજનેર જે ડી વાઘેલા ને શો કોઝ નોટિસ ફટકારી

તેની જાણ ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગ તેમજ સિંચાઈ વિભાગ ના સચિવ ને જાણ કરી છે ત્યારે કા .ઈ વિરુદ્ધ આ ગંભીર મામલે સરકાર કડક કાર્યવહી કરશે કે અગાઉ ની જેમ. હોતા હૈ ચલતા હૈ રહશે ? તે જોવું રહ્યું.

કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ. અગાઉ પણ ઉચ્ચ કક્ષા એ રજૂઆતો થઇ હતી.

રાષ્ટ્રપતિ ના કાર્યક્રમ માં બેજવાબદાર. એવા કાર્યપાલક ઈજનેર વિરુધ્દ્ધ અગાઉ પણ અનેક રજૂઆતો થઇ હતી. કરજણ યોજના માં સેકશન ઓફીસર પણ રહેલા જે ડી વાઘેલા હાલ અહીં કાર્યપાલક તરીકે ફરજ બજાવે છે ત્યારે તાજેતર માં સાંસદ મનસુખ વસાવા એ પણ મુખ્યમંત્રી ને રજુઆત કરી સતત પચીસ વર્ષ થી કરજણ યોજના માં ફરજ બજાવી રીઢા થઇ ગયેલા ઇજનેરો ને તાત્કાલિક હટાવવા માંગ કરી હતી ત્યારે કેવડિયા ની ઘટના સાંસદ ની વાત ને સાચી ઠેરવેછે. સિંચાઈ વિભાગ ની લાલિયાવાડી તો એ હદતક છે કે છવ્વીશ વર્ષ થી એકજ જગ્યા એ ફરજ બજાવી નિવૃત થનાર એક ના. કા .ઈ . પુનઃ કરાર આધારિત નિમણુંક માટે એજ જગ્યા માટે પ્રયાશો કરેછે