Vadodara meeting edited

વડોદરા શહેરમાં આજ રાત્રિથી કરફ્યુ (curfew)ના સમયમાં એક કલાકનો વધારો

Vadodara meeting edited
File picture

વડોદરા, ૧૯ માર્ચ: Curfew: પ્રશાસન દ્વારા વડોદરા શહેરમાં કોરોના ચેપ ફેલાવાની ઝડપ ઘટાડવા અને ચેપની સાંકળ તોડવાના ઉપાયોના વિચાર વિમર્શ માટે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે શહેર પોલીસ કમિશનર, મહાનગપાલિકાના કમિશનર તથા જિલ્લા કલેકટર સાથે પરામર્શ બેઠક યોજી કેટલાક અગત્યના નિર્ણયો લીધાં હતા.

ADVT Dental Titanium

આ અંગે તેમણે જણાવ્યું કે બેઠકમાં રાત્રિ કરફ્યુ (curfew) નો અમલ શહેરમાં એક કલાક લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું. તે પ્રમાણે આજથી જ વડોદરા શહેરમાં રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ સંચારબંધી અમલી રહેશે.આજે નાગરિકોને આ નિર્ણયનો અમલ કરી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવે છે. શનિવારથી તંત્ર તેનો ચુસ્ત અમલ કરાવશે. આ ઉપરાંત શનિ રવી દરમિયાન શહેરના તમામ મોલ્સ અને મલ્ટીપ્લેક્સિસ બંધ રખાવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ આજે રાત્રે ૯ વાગ્યાથી કરવાનો રહેશે.

Whatsapp Join Banner Guj

વધુમાં સંયુક્ત પ્રવર્તન ટીમો અને વેપારી મંડળોના સહયોગ થી શહેરની ભીડભાડ વાળી જગ્યાઓ અને બજારોમાં માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ સહિત કોવિડ સાવચેતીઓનો કડક અમલ કરાવવામાં આવશે. તેમાં આ જગ્યાઓના પદાધિકારીઓનો સહયોગ લેવામાં આવશે. આ ઉપરાંત શહેરીજનોની સુવિધા સાચવવા શહેરી બસ સેવા ચાલુ રખાશે પરંતુ તેમાં સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન ચુસ્ત રીતે સંચાલકો એ કરાવવાનું રહેશે અને મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે તેની ખાતરી કરવાની રહેશે. ભીડ ટાળવા પિક અવર્સ માં બસોની સંખ્યા અને ફેરા વધારવા જેવા પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

ડો.રાવે શહેરીજનોને અનિવાર્ય હોય તે સિવાય જાહેર કે ભીડભાડ વાળી જગ્યાઓએ જવાનું ટાળવા અને જવું જ પડે તો માસ્ક, સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળવાની તકેદારી લેવા ખાસ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો…બ્રેકીંગ: અમદાવાદ ના વટવા GIDC ફેઝ-૩ મા પ્લાસ્ટિક કંપની મા આગ(fire) લાગી